Not Set/ શૂટિંગ વર્લ્ડ કપ: 16 વર્ષીય મનુ ભાકરે વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો, મેડલ લીસ્ટમાં ભારત નંબર 1 પર

મેક્સિકો, મેક્સિકોના ગ્વાડ્લઝારામાં શૂટિંગ વર્લ્ડકપ માંથી ખુબ જ સારા સમાચાર મળી રહ્યા છે. ઈન્ટરનેશનલ શુટિંગ સ્પોટ્‌સ ફેડરેશન (આઈએસએસએફ) વર્લ્ડકપમાં ભારતીય શુટરોએ શાનદાર પ્રદર્શન કર્યુ છે. મિક્સ ઈવેન્ટમાં ભારતે પોતાના  નામે બે મેડલ કરી લીધા છે. https://twitter.com/ISSF_Shooting/status/970498800828780544 જેમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત માટે મિક્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મનુ ભાકર અને […]

Top Stories

મેક્સિકો,

મેક્સિકોના ગ્વાડ્લઝારામાં શૂટિંગ વર્લ્ડકપ માંથી ખુબ જ સારા સમાચાર મળી રહ્યા છે. ઈન્ટરનેશનલ શુટિંગ સ્પોટ્‌સ ફેડરેશન (આઈએસએસએફ) વર્લ્ડકપમાં ભારતીય શુટરોએ શાનદાર પ્રદર્શન કર્યુ છે. મિક્સ ઈવેન્ટમાં ભારતે પોતાના  નામે બે મેડલ કરી લીધા છે.

https://twitter.com/ISSF_Shooting/status/970498800828780544

જેમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત માટે મિક્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મનુ ભાકર અને ઓમપ્રકાશ મિથરવાલની જાડીએ જીત્યો છે. આ ગોલ ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ ઈવેન્ટમાં મળ્યો છે.

https://twitter.com/ISSF_Shooting/status/970751836776009729

મનુ ભાકરનો આ બીજા ગોલ્ડ મેડલ છે, આ પહેલા તેણે ૧૦ મીટર એર પિસ્તોલ (મહિલા)માં પણ ગોલ્ડ જીત્યો હતો. મનુ ભાકરની ઉંમર માત્ર ૧૬ વર્ષની છે. આટલી નાની ઉંમરમાં તેણે મેળવેલ સિદ્ધિઓ ભારતનુ ગૌરવ વધારનાર છે.

આ ઉપરાંત ભારતને બ્રોન્ઝ મેડલ દીપક કુમાર અને મેહુલી ઘોષની જાડીએ જીતાડ્યો. તેમણે ૧૦ મીટર રાઈફલ (મિક્સ ઈવેન્ટ)માં આ બ્રોન્ઝ મેળવ્યો. આજ સ્પર્ધામાં ભારતના રવિકુમાર અને અપુર્વી ચંદેલાની જાડી ચોથા નંબરે રહી હતી.

આ સાથે જ ભારત શુટિંગ વર્લ્ડકપમાં કુલ ૭ મેડલ જીતી ચુક્યુ છે, જેમાં ત્રણ ગોલ્ડ અને ચાર બ્રોન્ઝનો સમાવેશ થાય છે. તેમજ ભારત મેડલ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી ગયુ છે.