રખડતાં ઢોર/ રખડતા ઢોરનો આતંક : ગાય કાર સાથે અથડાતા બોનેટ ચીરાઇ ગયું કારની વિન્ડ સ્ક્રીનના પણ બોલ્યા ભુક્કા

વડોદરા ખાતે રખડતા ઢોર દ્વારા એક કાર ચાલકને અડફેટે લેવામાં આવ્યો છે. અને કારના ભૂક્કા બોલી ગયા છે ત્યારે કારમાં સવાર  અને ચાલક પણ ઇજા ગ્રસ્ત બન્યા છે. 

Top Stories Gujarat Vadodara

રાજ્યમાં સતત રખડતાં ઢોરનો આંતક વધી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોર અને તેનાથી ઇજાગ્રસ્ત લોકોના ફોટા અને સમાચાર વાઇરલ થતાં રહે છે. અને સરકાર પણ આ રખડતા ઢોર મુદ્દે કોઈ નક્કર પગલાં ભરી શકી નથી. ત્યારે ફરી એકવાર વડોદરા ખાતે રખડતા ઢોર દ્વારા એક કાર ચાલકને અડફેટે લેવામાં આવ્યો છે. અને કારના ભૂક્કા બોલી ગયા છે ત્યારે કારમાં સવાર  અને ચાલક પણ ઇજા ગ્રસ્ત બન્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના વાઘોડિયા રોડ પર નજીક કે જ્યાં PM મોદીના આગમનની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે તેની નજીક જ એક ગાય દ્વારા રોડ પરથી પાસર થઈ રહેલી કાર પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં કારને મોટીમાત્રમાં નુકશાન થયું હતું. તો સાથે કારમાં સવાર અને કાર ચાલક પણ ઇજા ગ્રસ્ત બન્યા છે.  ગાય કાર સાથે અથડાતા કારનું બોનેટ ચીરાઇ ગયું હતું. અને કારની વિન્ડ સ્ક્રીનના પણ ભુક્કા બોલાઈ ગયા હતા.  સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

ગતરોજ બુધવારે બનેલી આ ઘટનાથી આસપાસના રહીશો પણ દોડી આવ્યા હતા. અને કાર ચાલકને બહાર કાઢી સારવાર અર્થે ખસેડયા હતા.