Dahod News : જંગલ ખાતાની જમીનમાં પશુ ચરાવવા બદલ દંડ પેટે રૂ.11,000 ની લાંચ લેતા દાહોદના ચાકલીયા પશ્ચિમના બીટગાર્ડ સુરેશસિંહ દિલીપસિંહ બારડ અને ફોરેસ્ટ ખાતામાં રોજમદાર તરીકે કામ કરતા સુનીલભાઇ રવજીભાઇ પારગીની ACBએ ધરપકડ કરી છે.
આ કેસની વિગત મુજબ ફરીયાદી તથા અન્ય 10 જણાં જંગલ ખાતાની જમીનમા પશુઓ ચરાવવા જતા હતા. જેથી આરોપી સુરેશસિંહ બારડ અને સુનિલ પારગીએ ફરીયાદી અને અન્યોને જંગલ ખાતાની જમીનમા કેમ પશુ ચરાવો છો તેમ કહી ફરીયાદી પાસેથી દરેક વ્યક્તિ દીઠ દંડ ભરાવવાના બહાના હેઠળ રૂપીયા 2,000 ની લાંચની માંગણી કરી હતી.
રકઝકના અંતે સુર્શ બારડે ફરીયાદી પાસેથી ફરીયાદી અને અન્યો સહીત વ્યક્તિ દિઠ રૂપીયા 1,000 લેખે કુલ રૂપીયા 11,000 ની લાંચ લેવા સહમત થયા હતા. ફરીયાદી પાસેથી વારંવાર આરોપી સુરેશસિંહે લાંચની માંગણી કરતા ફરીયાદીએ ACBમાં ફરિયાદ કરી હતી. જેને આધારે ઝાલોદના દાતગઢ ગામે લાંચના છટકાનુ આયોજન કર્યું હતું. જેમાં બન્ને આરોપી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
આ પણ વાંચો:અમદાવાદમાં સગીરા સાથે ગેંગરેપ : પડોશી યુવકે ઘરે બોલાવી મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટ અચાનક ગરબા વિઝીટ સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન
