Not Set/ એન કે સિંઘે લીધી રાણકીવાવની મુલાકાત, નવી 100 ની નોટમાં મળ્યું છે વાવને સ્થાન

પાટણ, દેશ અને દુનિયામાં હેરીટેજ તરીકે નામના મેળવનારી રાણીની વાવની ભારત સરકારના નાણાપંચના ચેરમેન એન. કે. સીંઘ અને તેમના સભ્યોએ આજ રવિવારના રોજ મુલાકાત લીધી હતી. તેઓ આ ઐતિહાસિક ધરોહર નિહાળી ગદગદિત થઇ ગયા હતા. આ મુલાકાત દરમિયાન એન. કે. સીંઘે વાવની જાળવણી માટે તંત્રની પ્રશંસા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારત સરકારે […]

Top Stories Gujarat India Others

પાટણ,

દેશ અને દુનિયામાં હેરીટેજ તરીકે નામના મેળવનારી રાણીની વાવની ભારત સરકારના નાણાપંચના ચેરમેન એન. કે. સીંઘ અને તેમના સભ્યોએ આજ રવિવારના રોજ મુલાકાત લીધી હતી.

તેઓ આ ઐતિહાસિક ધરોહર નિહાળી ગદગદિત થઇ ગયા હતા. આ મુલાકાત દરમિયાન એન. કે. સીંઘે વાવની જાળવણી માટે તંત્રની પ્રશંસા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારત સરકારે રૂપિયા 100 ના દરની નોટમાં રાણીની વાવને સ્થાન આપ્યું છે. ત્યારે ફરી એકવાર આ વાવે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે.

દેશ અને દુનિયામાં વર્લ્ડ હેરીટેઝ તરીકેની નામના પામનાર પાટણ ની રાણીની વાવની આજે ભારત સરકારના નાણાપંચના ચેરમેન એન.કે. સીંઘ અને તેમના સભ્યો એ મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતે સરકારે રૂપિયા 100 ના દરની નોટમાં રાણીની વાવને સ્થાન આપવાવાના સમચારો પ્રકાશિત થયા છે અને આ વાવ વધુ એકવાર વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. ત્યારે નાણાપંચ નું પ્રતિનિધિત્વ મંડળ પણ રાણીની વાવ નિહાળી અભિભૂત બની જવા પામ્યા હતા.

ત્યારે આ મુદ્દે નાણાંપંચના ચેરમેનશ્રી એન કે સિંઘે જણાવ્યું હતું કે,

“મને રાણીની વાણી મુલાકાત લઈને આનંદની લાગણી થઇ છે. આ વાત માટે સમ્માનજનક છે કે થોડા વર્ષો પહેલા જ યુનેસ્કો (UNESCO) એ રાણીની વાવને નેશનલ હેરિટેજમાં દરજ્જો મળ્યો હતો, આ વાવની તંત્ર દ્વારા જે જાળવણીની રાખવામાં આવી છે તેની હું સરાહના કરું છું. હું નાણાપંચ તરફથી સ્થાનિક વહીવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કરું છું કે તેમને દેશની પ્રાચીન ધરોહરને ખુબ સુંદર રીતે સાચવીને જાળવી રાખી છે.”