LRD ભરતીનું શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. LRDની લેખીત પરિક્ષા 10 એપ્રિલના રોજ યોજાશે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો વેબસાઇટ ઉપર પોતાનું પરિણામ જોઇ શકશે.
લોકરક્ષકની શારીરિક કસોટીનું પરિણામ ભરતી બોર્ડની વેબસાઈટ https://t.co/5KWfFJSUMf
પર મુકવામાં આવેલ છે.#LRD_ભરતી #LRDS— Hasmukh Patel (@Hasmukhpatelips) February 21, 2022
શારીરિક કસોટીમાં 2 લાખ 94 હજાર ઉમેદવાર પાસ થયા છે. કુલ 6 લાખ 56 હજાર લોકો એ પરીક્ષા આપી હતી. આ કસોટી પરીક્ષા 3 ડિસે. શરૂ કરી હતી. કોઈ વાંધો હોય તો ઉમેદવાર 28 ફેબ્રુ સુધી રજૂઆત કરી શકે છે. આ કસોટીમાં કુલ 2 લાખ 13 પુરુષ પાસ થયા છે. જ્યારે 81 હજાર મહિલા પાસ થઈ કહે. 100 ગુણ લેખિત પરીક્ષા ના અને 25 ગુણ શારીરિક કસોટી ના હોય છે.
લોકરક્ષક ભરતીના પરિણામ બાબતે ઉમેદવાર કોઇપણ રજૂઆત કરવા માગતા હોય તો તારીખ 28 ફેબ્રુઆરી 2022 સુધીમાં બોર્ડને મળી જાય તે રીતે લેખિત અરજી કરી શકશે. #LRD_ભરતી #LRDS
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 21, 2022
ઉમેદવારોએ પરિણામ બાબતે અરજી કરવા માટે બોર્ડની કચેરીએ આવવું નહીં ટપાલથી અરજી મોકલી આપવી.#LRD_ભરતી #LRDS
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 21, 2022
પાસ થયેલા ઉમેદવારો વેબસાઈટ પર રિઝલ્ટ જોઈ શકે છે. બોર્ડની કોઈ પણ ભૂલ હશે તો અમે સ્વીકાર વા તૈયાર છીએ. વેબસાઈટ પર અત્યારે રિઝલ્ટ મૂક્યું છે. લેખિત પરીક્ષા માટે અમે તૈયારી કરી રહયા છીએ. જે આગામી એપ્રિલ 10 તારીખે યોજાશે. 4 મોટા શહેરો માં પરીક્ષા લેવાની તૈયારી છે. શિક્ષણ વિભાગ પાસે અમે સ્કૂલો ની માહિતી માંગી છે. કઈ સ્કૂલો માં cctv કેમેરા સહિત ની સગવડ છે.
#રાજકીય ભૂકંપ / મહિસાગર કોંગ્રેસમાં ભૂકંપ, પૂર્વ MLA હીરાભાઇ પટેલ ભાજપમાં જોડાયા
