Sabarkantha News/ પ્રાંતિજ કતપુર ટોલપ્લાઝા પર IT વિભાગના ધામા, સતત ત્રીજા દિવસે પણ તપાસનો ધમધમાટ જારી

સાબરકાંઠાના પ્રાંતિજ કતપુર ટોલપ્લાઝા પર Income Tax વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે સર્ચ જારી. આર્થિક ગોલમાલની આશંકાએ અધિકારીઓએ મહત્વના દસ્તાવેજો તપાસ્યા.

Top Stories Gujarat Others
Income Tax

Katpur Toll Plaza IT Raid: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્થિત કતપુર ટોલપ્લાઝા (Katpur Toll Plaza) પર છેલ્લા ત્રણ દિવસથી Income Tax વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સતત 72 કલાકથી ચાલી રહેલી આ તપાસને પગલે ટોલ ટેક્સ સંચાલકો અને સંલગ્ન એજન્સીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, કરોડો રૂપિયાની આર્થિક ગોલમાલ આચરવામાં આવી હોવાની આશંકાથી આ દરોડા પાડવામાં આવ્યા છે.

Income Tax

સતત ત્રીજા દિવસે પણ Income Tax વિભાગના ધામા 

Income Tax વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા કતપુર ટોલપ્લાઝાની મુખ્ય ઓફિસ તેમજ તેની સાથે સંકળાયેલી એજન્સીઓના વિવિધ સ્થળો પર કડક તપાસ હાથ ધરવામાં આવી છે.

મોટી આર્થિક ગરબડની આશંકા

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટોલ પ્લાઝાની એજન્સીઓ દ્વારા આર્થિક વ્યવહારોમાં મોટા પાયે હેરાફેરી અને ટેક્સની ચોરી કરવામાં આવતી હોવાની શંકા છે. આ સર્ચ ઓપરેશનના અંતે ટોલ ટેક્સ સંચાલકો દ્વારા આચરવામાં આવેલી મોટી આર્થિક ગેરરીતિઓ બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે.

Income Tax

સ્થાનિકો અને મુસાફરોમાં ચર્ચાનો વિષય

નેશનલ હાઈવે પર સ્થિત આ મહત્વના ટોલપ્લાઝા પર આઈટીના દરોડાને પગલે સમગ્ર જિલ્લામાં ચર્ચાઓ જાગી છે. હાલમાં તપાસ ચાલુ હોવાથી અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ આ ઓપરેશન હજુ પણ લંબાઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહિલા-મૈત્રીપૂર્ણ હોવાનો દાવો કરતી આઈટી કંપનીના CEO પર Gangrape નો આરોપ

 આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે

 આ પણ વાંચો: રાજકોટના સાગઠિયાની બેનામી સંપત્તિ કેસમાં એસઆઈટી તપાસ કરશે