Rajkot News : રાજકોટના ટીઆરી ગેમઝોન અગ્નિકાંડ બાદ બેનામી સંપત્તિની તપાસનો સામનો કરી રહેલા મનસુખ સાગઠિયાની તમામ કામગીરીની તપાસ સઆઈટી કરશે. હવે એસઆટીની ટીમ તમામ ટીપી સ્કિમોની તપાસ શરૂ કરશે. તે સિવાય એસીબીના સુત્રોએ જમાવ્યું હતું કે સાગઠિયાને કોઈપણ પ્રકારની લાંચ આપનારાને છોડવામાં નહી આવે.
સાગઠિયાની ઉલટતપાસ સરૂ થતા રાજકોટના બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મનસુખ સાગઠિયા 1995થી મનપામાં ફરજ બજાવી રહ્યો હતો. બાદમાં 2015થી સાગટિયા ઈન્ચાર્જ ટીપીઓ બન્યો હતો. ત્યારબાદ 2023થી તેની કાયમી ટીપીઓ તરીકે નિમણૂક થઈ હતી.
આમ સાગટિયાના તમામ જુના ચિઠ્ઠા એસીબી ખોલશે. જેને કારણે સાગટિયા સાથે સંકલાયેલા લોકોમાં ફફડાટ વ્યાપેલો છે. જ્યારે સાગઠિયાએ કરેલી તમામ કામગીરીની ફાઈલો માટે એસીબીની ટીમ આરએમસીના દ્વારે પહોંચી છે.
આ પણ વાંચો: સુરતમાં નવી સ્ટાઇલઃ ડોમમાં પાર્ટિશન પાડીને ચલાવાતું હતું કુટણખાનું
આ પણ વાંચો: રાજ્ય સરકારનો શિક્ષકોની સંપત્તિ મામલે મોટો નિર્ણય, સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવી પડશે
આ પણ વાંચો: કેનેડાના કાયમી વિઝાની લાલચ આપી કરી કરોડોની છેતરપિંડી
