અથડામણ/ મોરબીમાં અંગત અદાવતમાં બે વ્યક્તિ ઉપર હિંસક હુમલો, ચાર ઈસમો સામે ફરિયાદ દાખલ

  કોરોનાકાળની બીજી લહેર સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે રાજ્યમાં ગુનાખોરી બેફામ વધતી જઈ રહી છે. મારામારી અને જીવલેણ હુમલાના કિસ્સા તો હવે જાણે સામાન્ય બની ગયા હોય તેમ રોજ બરોજ બનતા થઈ ગયા છે. જેના કારણે લોકોની સલામતીને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તાજેતરની જો વાત કરીએ તો મોરબીમાં પણ અંગત […]

Gujarat

 

કોરોનાકાળની બીજી લહેર સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે રાજ્યમાં ગુનાખોરી બેફામ વધતી જઈ રહી છે. મારામારી અને જીવલેણ હુમલાના કિસ્સા તો હવે જાણે સામાન્ય બની ગયા હોય તેમ રોજ બરોજ બનતા થઈ ગયા છે. જેના કારણે લોકોની સલામતીને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તાજેતરની જો વાત કરીએ તો મોરબીમાં પણ અંગત અદાવતમાં બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરાયો હતો. જે મામલે ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

 

મોરબીના શોભેશ્વર રોડ પર મફતીયાપરા વિસ્તારમાં અંગત અદાવતમાં બે વ્યક્તિઓ ઉપર ત્રિકમથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શોભેશ્વર રોડ ઉપર બાબા આંબેડકર હોસ્ટેલ સામે રહેતા તેજસભાઈ જીવરાજભાઈ મકવાણા (ઉ.વ. ૨૫) એ આરોપીઓ વિપુલ ઉર્ફે ટકો ઉર્ફે હિતેશ , સંજય ઉર્ફે ભુરો, દુદો, શૈલેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૭ ના રોજ ફરીયાદી પોતાનું બાઈક લઇને શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા વિસ્તારમાથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપીઓએ ફરીયાદીનુ બાઈક રોકી તેને એક રૂમમાં લઇ જઇ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી બાદ આરોપીઓએ ફરીયાદીના રહેણાક મકાને જઇ સાહેદોને ઢીકાપાટુનો માર મારી તેમજ સાહેદ કોકીલાબેનને માથામાં ત્રીકમ મારી અને ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.