મોટરસાયકલ અને કારમાં સ્ટંટ કરતા નબીરાઓની હવે ખેર નથી.કારણ કે ટ્રાફિક પોલીસે અમદાવાદ શહેરમાં સ્ટંટ કરતા નબીરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા થોડા સમયથી મળી રહેલી ફરિયાદોના આધારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ, નારોલ થી નરોડા રોડ અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેમકોથી ખોખરા સુધીના રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :બોડેલીમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, કારમાંથી મળ્યો દારૂ
શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં રાત્રિના સમયમાં પેટ્રોલિંગ કાર, હાઈ સ્પીડ ડિટેક્ટર ગન, તથા ઇન્ટરસેપટર પર કાર સહિત 10 આધુનિક સાધનો દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાઇ છે.દરમિયાન જે નબીરાઓ પોલીસના સકંજામાં આવશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.સાથેજ સ્ટંટ કરનારા નબીરાઓને ભારે દંડ ચૂકવવો પડશે અને વાહન પણ ડિટેઇન થશે.
- ટ્રાફિક પોલીસની સ્ટંટમેન નાઈટ ડ્રાઇવ
- બાઇક અને કારમાં સ્ટંટ કરનાર સામે કાર્યવાહી
- હાઇટેક સાધનો સાથે પોલીસ એક્શનમાં
- ઇન્ટરસેપ્ટર કાર, સ્પીડ ગન, અને પેટ્રોલીંગ કાર દ્વારા સ્ટંટ કરનારા વિરુદ્ધ તવાઈ
- શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાસ દ્રાઈવ
મોટરસાયકલ અને કાર માં સ્ટંટ કરતા નબીરાઓની હવે ખેર નથી… કારણ કે ટ્રાફિક પોલીસે અમદાવાદ શહેરમાં સ્ટંટ કરતા નબીરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ શરૂ કરી છે.. છેલ્લા થોડા સમયથી મળી રહેલી ફરિયાદોના આધારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ, નારોલ થી નરોડા રોડ અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેમકો થી ખોખરા સુધીના રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.. શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં રાત્રિના સમયમાં પેટ્રોલિંગ કાર, હાઈ સ્પીડ ડિટેક્ટર ગન, તથા ઇન્ટરસેપટર પર કાર સહિત 10 આધુનિક સાધનો દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાઇ છે.
આ પણ વાંચો :રાજ્યમાં કર્ફ્યુની પ્રથમ રાત્રિએ જ નિયમભંગ, પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો મસમોટો દંડ
પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન જે નબીરાઓ પોલીસના સકંજામાં આવશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.સ્ટંટ કરનારા નબીરાઓને ભારે દંડ ચૂકવવો પડશે પણ સાથે સાથે તેમનું વાહન ડિટેઇન થશે.બીજી બાજુ જો કોઈ અકસ્માત સર્જાઇ હશે તો અકસ્માત થયેલ કારમાંથી રેસ્ક્યૂ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ પેટ્રોલિંગ કારનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે હાઈ ફાઈ મોટરસાયકલ અને મોંઘીદાટ કાર લઈને સ્ટંટ કરતા નબીરાઓને પકડવા હવે ટ્રાફિક પોલીસ પણ આધુનિક ટેકનોલોજીથી સજ્જ સાધનો સાથે મેદાનમાં ઉતરી પડી છે.
આ પણ વાંચો : બેટ દ્વારકાના બે ટાપુઓ પર સુન્ની વક્ફ બોર્ડે કર્યો દાવો, હાઈકોર્ટે કહ્યું-
આ પણ વાંચો :અમદાવાદની એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ
આ પણ વાંચો :વાઈબ્રન્ટ ગુજરાત : જો કોરોનાના કેસ વધશે તો સમગ્ર કાર્યક્રમ વર્ચ્યુઅલ થઈ જશે..!!
