ગુજરાત/ અમદાવાદની એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ

દિવસ દરમિયાન બીજી વાર એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ થઇ હતી. દિવસ દરમિયાન બે વાર વીજળી ગુલ થતાં તબીબો, પરિવારજનો સહિત દર્દિઓ પણ હાલાકીમાં મુકાયા હતા.

Ahmedabad Gujarat
એલ જી હોસ્પિટલમાં અમદાવાદની એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ
  • અમદાવાદની એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ
  • આજે દિવસ દરમિયાન બીજી વાર વીજળી ગુલ
  • તબીબો,પરિવાર નજનો સહિત દર્દિઓ પણ હાલાકીમાં
  • સવારે 3 કલાક વીજ પુરવઠો ખોરવાયો હતો
  • સાંજે ચારેક વાગ્યા બાદ ફરી વીજ પુરવઠો ખોરવાયો

ગુજરાત રાજ્યના મેગા સિટી અમદાવાદમાં આવેલી એક મોટી હોસ્પિટલથી એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલી એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ થઈ હતી. એક જ દિવસમાં બે વાર વીજળી ગુલ થતાં હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો  કરવો પડ્યો હતો.

આજે દિવસ દરમિયાન બીજી વાર એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ થઇ હતી. દિવસ દરમિયાન બે વાર વીજળી ગુલ થતાં તબીબો, પરિવારજનો સહિત દર્દિઓ પણ હાલાકીમાં મુકાયા હતા. સવારે પણ ત્રણ કલાક વીજ પુરવઠો ખોરવાયો હતો. સાંજે ચારેક વાગ્યા બાદ ફરી વીજ પુરવઠો ખોરવાયો હતો.  જેથી હોસ્પિટલમાં હાજર તબીબોએ મોબાઈલની લાઈટથી દર્દીઓની સારવાર કરી હતી.

અત્રે નોંધનીય છે કે એલ જી હોસ્પિટલમાં ઘણા પ્રકારની સારવાર કરવામાં આવે છે. અને ઘણા ગંભીર રોગના દર્દીઓ પણ હોસ્પિટલમાં દાખલ હોય છે. ત્યારે ગંભીર દર્દીઓ માટે જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે.

જમ્મુ-કાશ્મીર / જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનું નાપાક કૃત્ય, પોલીસ ચોકી પર ફેંકયો ગ્રેનેડ

મહેસાણા / અલ્પેશ ઠાકોરનું મહેસાણામાં શક્તિ પ્રદર્શન કે પછી કોરોનાને આમંત્રણ

Booster Dose / ઇઝરાયેલે સૌપ્રથમ બૂસ્ટર ડોઝ શરૂ કર્યો, જાણો કયા દેશો રસીનો ત્રીજો ડોઝ લઈ રહ્યા છે

Health / શિયાળામાં સ્વેટર પહેરીને સૂવાથી  થાય છે આ નુકસાન, જાણો કેવી રીતે બચશો