ઓમિક્રોન/ ઓસ્ટ્રેલિયામાં ઓમિક્રોનના વેરિઅન્ટથી પ્રથમ મોત,કેસોમાં નોંધપાત્ર વધારો

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં એક 80 વર્ષીય ઓમિક્રોન ચેપગ્રસ્ત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.

Top Stories World

ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રથમ મોત થયું છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં એક 80 વર્ષીય ઓમિક્રોન ચેપગ્રસ્ત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે આ માણસને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી પરંતુ તે વય-સંબંધિત કેટલીક બિમારીઓથી તેઓ પીડિત હતા.

ન્યૂ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. સોમવારે અહીં 6,000 હજારથી વધુ કોરોના કેસ જોવા મળ્યા હતા. હાલમાં 524 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 55ની હાલત ગંભીર છે.

Omicron ના વધતા જોખમ વચ્ચે ક્રિસમસની રજા દરમિયાન વિશ્વભરમાં હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર 4,500 ફ્લાઈટ્સ કેન્સલ થવાને કારણે મુસાફરોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચીન અને અમેરિકાની ફ્લાઈટ્સ સૌથી વધુ રદ કરવામાં આવી છે. કંપનીઓનું કહેવું છે કે ક્રૂ મેમ્બર્સને સંક્રમિત મળ્યા બાદ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

ઓમિક્રોનના કેસ સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે ,ભારતમાં પણ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી બે માસમાં કેસો વધી શકે છે