અમદાવાદના વૈષ્ણોદેવી પાસે કન્સ્ટ્રકશન સાઇટ પાસે અદાણી ગેસની લાઈન પર દીવાલ ઘસી પડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બેથી ત્રણ કાર પણ ઘસી પડી ખાડામાં. અદાણી ગેસ પાઇપલાઇનમાં પણ દીવાલ ધરાશાયી થવાને કારણે લીકેજ થયું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, એસજી હાઈ-વે વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ જાસમીન ગ્રીન 1 પાસે નવી બની રહેલી બિલ્ડીંગના ખોદકામને કારણે ગત મોડીરાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બાજુના હાઇરાઈઝ બિલ્ડીંગની દીવાલ ધરાશાયી થતા પાર્ક કરાયેલી ગાડીઓ ખોદકામ કરાયેલા ખાડામાં 3 થી 4 ગાડીઓ ખાબકી છે. એટલું જ નહીં નવી બની રહેલી બિલ્ડિંગના ખોદકામમાં બે માળ ઊંડા ખાડામાં ધડાધડ એક પછી એક કાર ખાબકતા લોકો દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કયા કારણોસર અચાનક દીવાલ ધસી પડી છે તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ત્યાં આસપાસ ભેગા થયેલા લોકોને પણ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના સંદર્ભે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં 2001ના ભૂકંપની યાદ આવી ગઈ. જ્યાં દિવાલ ધરાશાયી થઈ છે તેઅદાણી ગેસની પાઈપલાઈન પર પડી છે. એટલું જ નહીં, આ ઘટનામાં અંડરગ્રાઉન પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પણ થયું છે. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને મળતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે જગ્યાએ દિવાલ ઘસી ગઈ છે ત્યા નજીકમાં કંસ્ટ્રક્શન કંપનીનું કામ ચાલી રહ્યું છે. જાસ્મીન ગ્રીન 1માં દિવાલ ઘસી પડવાની ઘટના બની છે.
આ પણ વાંચો :ગુજરાતમાં દારૂબંધીની વાતો કાગળ પર, ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં થઇ દારૂની રેલમછેલ
આ પણ વાંચો :મહિસાગર કોંગ્રેસમાં ભૂકંપ, પૂર્વ MLA હીરાભાઇ પટેલ ભાજપમાં જોડાયા
આ પણ વાંચો :સાબરમતીમાં ઠલવતા ગંદા પાણી અંગે હાઇકોર્ટે કાઢેલી ઝાટકણી
આ પણ વાંચો : વાગડોદ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, પુત્ર-પુત્રી અને માતાનું કમકમાટી ભર્યું મોત
