અમદાવાદ/ સાબરમતીમાં ઠલવતા ગંદા પાણી અંગે હાઇકોર્ટે કાઢેલી ઝાટકણી

જુના STP- સૂઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 30 ટકા ખર્ચથી રિનોવેટ અને અપડેટ થઈ શકે તેમ હોવા છતાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ અને એન્જિનિયરોને માત્ર નવા જ બનાવવામાં રસ છે. જેનું કારણ દ્રષ્ટિનો અભાવ કે તગડાં કમિશનનું આકર્ષણ હોય શકે છે. કારણ ગમે તે હોય બધાને નવી જમીન શોધી નવા STP  જ બનાવવા છે, જૂના એમના એમ!

Ahmedabad Gujarat

@પ્રફુલ્લ ત્રિવેદી

સાબરમતી નદીમાં યોગ્ય રીતે ટ્રીટ કર્યા વગર જ ઠલવાતા  ગટરના ગંદા પાણી અંગે ગુજરાત હાઇકોર્ટે ઓછામાં ઓછી અડધો ડઝન વખત આકરી ટીકાં કર્યા બાદ પણ હજુય મ્યુનિ. કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રશ્નનો નિકાલ કરવામાં સરિયામ નિષ્ફળ ગયા છે. આ બાબતમાં ગાંધીનગર મ્યુનિ. અને ગુડાને પણ સાંકળવા જેવા છે, કેમ કે ગાંધીનગરની હદમાંથી પણ ગટરનું ગંદુપાણી ટ્રીટ કર્યા વગર જ નદીમાં ઠલવાતું હોવાનું અમદાવાદ મ્યુનિ.ના એન્જિયરો જણાવી રહ્યાં છે.

રિવરફ્રન્ટના બ્યૂટીફિકેશનમાં 1450 કરોડ રૂપિયા જેટલો જંગી ખર્ચ થવા છતાં નદીના પાણીના શુદ્ધિકરણનો ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો નથી. જૂના સૂઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 25થી30 ટકા ખર્ચમાં નવીનીકરણ અને મશીનરી અપડેટ થઈ શકે તેમ છે. આ કામગીરીમાં સમય પણ બચી શકે અને નવી જમીન શોધવાનો પ્રશ્ન પણ હલ થઈ શકે, પરંતુ એન્જિયરોને જૂના STP અપગ્રેટ કરવાના બદલે નવા બનાવવામાં મોટો ખર્ચ કરવામાં વધુ રસ છે. કેમ કે, તેમ કરવામાં કદાચ કમિશનની માત્રા ઊંચી જતી રહેતી હશે, વર્લ્ડ બેન્કે ઓછા વ્યાજે આપેલી શૉફટલોનનો ગણતરી અને ઊંડી સુજબૂજ સાથે ઉપયોગ થાય તે અત્યંત જરૂરી છે, પણ મ્યુનિ.માં આવી મોનિટરીંગ કરવાની અને ચુસ્ત આયોજન કરવાની માનસિકતાનો સંપૂર્ણ આભાવ જોવા મળે છે.

અમદાવાદમાં રોજ 1450 MLD શુધ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે. ખાનગી બોર તો અલગ. આમાંથી 1000 થી 1100 MLD પાણી ત્રણ જ કલાકમાં ગટરમાં પાછું ફરે છે. તેની સામે 500 થી 600 MLD પાણી જ ટ્રીટ થાય છે. જ્યારે 350 થી 400 MLD ગંદુ પાણી નદી કે તળાવમાં બારોબાર છોડી દેવામાં આવે છે. હાલ 14 STP છે. તેમાંથી 7 માં કેમિકલયુક્ત ગંદુ પાણી આવતું હોવાથી તેની મશીનરી પણ સડી ગયેલી છે. તેથી ક્ષમતા 40 ટકાની જ રહી ગઈ છે. આ સંજોગોમાં કેટલાંક STP વાળા તો ગંદુ પાણી આવે એવું જ મશીનારીમાં જવા દેવાને બદલે બારોબાર છોડી દે છે. જુના પીરાણાના બે ટ્રીટમેન્ટ, નવા પીરાણાના બે ટ્રીટમેન્ટ પ્લાન અને વીંઝોલના ત્રણ ટ્રીટમેન્ટ પ્લાનમાં કેમિકલવાળું પાણી આવે છે. આવું કેમિકલવાળું  ગટરમાં જતું હોવાથી ગટર પણ અંદરથી ખવાઇ જાય છે, જેના કારણે ભૂવા પડે છે.

નદી અને 155 જેટલા તળાવોમાં ગંદકી ઠલવાવી જ ના જોઈએ, આ માટે કાયદા છે પણ તેનો અમલકરાવનાર જાણે કે કોઈ જ નથી. જેના લીધે વિકાસના નામે વિનાશને નિયંત્રણ આપતું હોય તેમ લાગે છે.

આ પણ વાંચો :ગુજરાતમાં દારૂબંધીની વાતો કાગળ પર, ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં થઇ દારૂની રેલમછેલ

આ પણ વાંચો :વડોદરામાં ટ્રાફિકના નિયમોના ઉડ્યા લીરેલીરા, ટુ વ્હીલર પર 5 લોકો થયા સવાર

આ પણ વાંચો :અંક્લેશ્વરમાં લોક ડાયરામાં થયેલા ફાયરિંગનો વીડિયો વાયરલ, યુવાને હવામાં કર્યું ફાયરિંગ

આ પણ વાંચો :પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલની ચીમકી, કોને આપશે ગુલાબ?