Bhavnagar News/ ભાવનગરનાં વલ્લભીપુરમાં પાણીનું ભારે સંકટ

ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીની સમસ્યા (Water Crisis)નો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે

Gujarat Others
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા (Water Crisis)એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે

Bhavnagar News : ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા (Water Crisis)એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પાણીના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને રોષે ભરાયેલી મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી.

ગામમાં નિયમિત પાણી પુરવઠો ન મળતા મહિલાઓ અને ગ્રામજનોએ અનેક વખત સંબંધિત કચેરીઓમાં રજૂઆતો કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ વધી રહ્યો હતો.

પરિસ્થિતિ ઉગ્ર બનતા મહિલાઓએ મામલતદાર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે પીવાના પાણી માટે રોજબરોજ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને પાણી પુરવઠા વિભાગ યોગ્ય કામગીરી કરતું નથી.

આક્રોશિત મહિલાઓએ બાદમાં ભાવનગર-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. હાઈવે પર ટ્રાફિક અટકી જતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને પોલીસ દોડી આવી હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીની સમસ્યા (Water Crisis)નો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


આ પણ વાંચો : જળ સંકટ : ઉનાળાની શરૂઆત સાથે જ તાપી જિલ્લામાં પાણીની વિકટ પરિસ્થિતિ, તંત્ર પુરવાર થયું વામણું

આ પણ વાંચો : નર્મદા ડેમની જળસપાટી પહોંચી 133.39 મીટરે, ગુજરાતનું જળ સંકટ ટળ્યું

આ પણ વાંચો : Gujarat Rain Live: નવસારીમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીએ સર્જી તારાજી, ગામો થયા સંપર્ક વિહોણા