કાળમુખા કોરોનાનાં લોકડાઉન કાળમાં ગુજરાત માટે વધુ એક માઠા સમાચાર સાંપડી રહ્યા છે. જી હા માઠા સમાચાર એટલા માટે કે ગુજરાતમાં કોરનાનાં પોઝિટીવ કેસ તો વધી જ રહ્યા છે અને સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે તે સનાતન હકીકત છે. પણ સાથે સાથે ગુજરાતનાં વધુ એક જીલ્લામાં કાળમુખા કોરોનાએ પોતાનો પેસારો કરી લીધો છે. ગુજરાતનાં ડાંગ જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ડાંગનાં સુબીર તાલુકાની એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે કે, યુવતી સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી અને પાછલા દિવસોમાં કોરોનાની ચપેટ કોરોના સામેની લડાઇના ફ્રન્ટલાઇન વોરિયર્સ આવી રહ્યો હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે, ત્યારે ડાંગની કોરોના સામે લડી રહેલી નર્સનો કોરોના પોઝિટીવ આવતા ડાંગ જીલ્લામાં કોરોના પોઝિટીવનો પ્રથમ કેસ નોંધવામાં આવ્યો છે. નર્સ યુવતીને આહવા ખાતે ક્વોઈડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ છે. તંત્ર દ્વારા નર્સ યુવતી કે જેનો કોરોના પોઝિટીવ આવ્યો છે તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને કરોન્ટાઈ કરવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે, જેથી કરીને જીલ્લામાં કોરોનાનો પ્રસરાવ કાબુમાં કરી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
