ગુજરાત/ સોનગઢ દુર્ગા આર્કેટની દિવાલ ધરાશાઇ, નદીમાં દબાણ કરી બંધાઈ હતી દિવાલ

સોનગઢ દુર્ગા આર્કેટની દિવાલ ધરાશાઇ થઈ. આ દિવાલ નદીમાં દબાણ કરી બાંધવામાં આવી હતી. નદીમાં દબાણ કરી એક શખ્સ દ્વારા બાંધકામ કરતા ત્યાં પાર્કિંગ બનાવ્યું હતું

Top Stories Gujarat Others

Tapi News: સોનગઢ દુર્ગા આર્કેટની દિવાલ ધરાશાઇ થઈ. આ દિવાલ નદીમાં દબાણ કરી બાંધવામાં આવી હતી. નદીમાં દબાણ કરી એક શખ્સ દ્વારા બાંધકામ કરતા ત્યાં પાર્કિંગ બનાવ્યું હતું. દિવાલ ધરાશાઈ થવાને લઈને જ્યારે મામલતદારશ્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ગોળ-ગોળ જવાબ આપતા તપાસ કરીશું તેમ કહ્યું. તો નગરપાલિકા પાસે નદીમાં કરાયેલ દબાણને લઈને કોઈ માહિતી નથી તેવો જવાબ મળ્યો. આખરે સાચી હકીકત શું હશે તે તપાસ બાદ જાણવા મળશે.

વરસાદે નગરપાલિકાની પોલ ખોલી દીધી. સોનગઢમાં પડેલ વરસાદમાં દુર્ગા આર્કેટની દિવાલ ધરાશાયી થતા નદીમાં દબાણ કરાયું હોવાની હકીકત સામે આવી. એક શખ્સ દ્વારા ગેરકાનૂની રીતે નદીમાં દબાણ કરાતા તે જગ્યાનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવતો હતો. આખરે ખોટા કામ કરનારને કુદરત સજા આપી જ દે છે. તેમ ચોમાસાના આરંભે પડેલ વરસાદમાં દુર્ગા આર્કેટની દીવાલ ધરાશાયી થઈ આ મામલે હવે નગરપાલિકા વધુ તપાસ કરશે તેમ જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત