શ્રીનગર,
ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા શાંતિના સંદેશા બાદ પણ પાકિસ્તાન તેની આતંકવાદી વિરુધી પ્રવૃત્તિઓમાંથી બહાર આવતું નથી. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર પાર કરવામાં આવી રહેલી ઘૂષણખોરીની કોશિશ વધુ એકવાર સેના દ્વારા નાકામ કરવામાં આવી છે.
શનિવારે તંગઘાર સેકટરમાં ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ૫ આતંકીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે.
#SpotVisuals from Tangdhar: 5 terrorists, who were trying to infiltrate, have been killed by security forces in an ongoing operation. (Visuals deferred by unspecified time) #JammuAndKashmir pic.twitter.com/MCNLYMLhLb
— ANI (@ANI) May 26, 2018
રક્ષા મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “શનિવારે તંગઘાર સેકટરમાં LOC પર સેનાના જવાનોએ ઘુસપૈઠની કોશિશ નાકામ કરી છે. આ અભિયાનમાં આતંકવાદીઓ માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ રાખવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સેનાએ બે દિવસ પહેલા જ તંગધાર જિલ્લાના કેરન સેક્ટરમાં LOC પર ઘુસપૈઠની વધુ એક કોશિશ નાકામ કરી હતી. આ દરમિયાન સેના દ્વારા કરાયેલી ગોળીબારી બાદ આતંકીઓને પાકિસ્તાન તરફ પાછા ભાગવા માટે મજબૂર કર્યા હતા.
આ પહેલા શુક્રવારે પણ સેના દ્વારા રામબન જિલ્લામાં આતંકીઓની જગ્યાઓને તબાહ કરી હતી અને મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા હતા. આ દરમિયાન સેનાએ AK-૪૭, AK .૩૦૩ રાઈફલ, .૩૬ MMની ગન, એક ગ્રેનેડ લોન્ચર, એકે -47 રાઈફલની એક મેગઝીન, .૩૦૩ રાઈફલની એક મેગઝીન અને ૬ રાઉન્ડ કારતૂસો જપ્ત કરાયા છે.
મહત્વનું છે કે, હાલમાં ચાલી રહેલા રમઝાનના પવિત્ર મહિના દરમિયાન ભારત સરકાર દ્વારા સીઝફાયરનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ, આ નિર્ણય બાદ જ આતંકી વિરોધીઓ પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. પરંતુ સેના દ્વારા આ નાપાક. પ્રવૃત્તિને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
