મુંબઈ
રાજકુમાર હિરાનીના નિર્દશક હેઠળ બનેલ મુવી “સંજુ”નું વધુ એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં સંજય દત્તની ભૂમિકા કરી રહેલ રણબીર અને તેના પિતાનો રોલ કરી રહ્યા પરેશ રાવલ જોવા મળી રહ્યા છે આ પોસ્ટર ભાવુક કરી દે તેવું છે.

આપને જાણવી દઈએ કે આ પોસ્ટરમાં રણબીર કપૂર પરેશ રાવલને ગળે મળીને રોતા જોવા મળી રહ્યા છે. શનિવારે રિલીઝ કરવામાં આવેલ આ પોસ્ટરમાં સુનીલ દત્તની ભૂમિકા કરી રહેલ પરેશ રાવલ જોવા મળી રહ્યા છે અને આ પોસ્ટરમાં રણબીર ખુબજ ડરેલા હોય તેમ જોવા મળી રહ્યા છે.
#sanju is a father-son story. Meet the father today – Paresh Rawal. Had fun working with him. #RanbirKapoor @VVCFilms @foxstarhindi @SirPareshRawal pic.twitter.com/GXWYaNBvm3
— Rajkumar Hirani (@RajkumarHirani) May 26, 2018
શુક્રવારે ફિલ્મનું એક પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું જેમાં સોનમ કપૂર ટીના મુનીમના રોલમાં જોવા મળી હતી. જણાવી એ કે અત્યાર સુધીમાં ફિલ્મના માત્ર સંજય દત્તના જુદા જુદા પોસ્ટર્સ જ શેર કરવામાં આવતા હતા, પરંતુ હવે રાજકુમારએ અન્ય કલાકારોના લુક્સ સાથે પોસ્ટર્સ શેર કરવાનું શરૂ કરી રહ્યા છે.


