Not Set/ મોદી સરકાર @૪ વર્ષ, કોંગ્રેસ મનાવી રહી છે “વિશ્વાસઘાત દિવસ”

નવી દિલ્હી, આજથી લગભગ ચાર વર્ષ પહેલા એટલે કે ૨૬ મે, ૨૦૧૪ના રોજ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે રાજધાની દિલ્હીમાં સત્તા મેળવી હતી. ત્યારે શનિવારે આ સરકારને ચાર વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ પ્રસંગે ભાજપ દ્વારા દેશભરમાં આ દિવસને મનાવવામાં આવી રહ્યો છે. બીજી બાજુ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા ભાજપની ઉપલબ્ધીને “વિશ્વાસઘાત દિવસ” તરીકે […]

Top Stories

નવી દિલ્હી,

આજથી લગભગ ચાર વર્ષ પહેલા એટલે કે ૨૬ મે, ૨૦૧૪ના રોજ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે રાજધાની દિલ્હીમાં સત્તા મેળવી હતી. ત્યારે શનિવારે આ સરકારને ચાર વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ પ્રસંગે ભાજપ દ્વારા દેશભરમાં આ દિવસને મનાવવામાં આવી રહ્યો છે.

બીજી બાજુ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા ભાજપની ઉપલબ્ધીને “વિશ્વાસઘાત દિવસ” તરીકે મનાવવામાં આવી રહ્યો છે.  શનિવારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરાઈ રહ્યું છે, જયારે દિલ્હીમાં પણ પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારીના નેતૃત્વમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન પ્રદર્શનની માહિતી આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગહલોતે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેઓએ જણાવ્યું, “પ્રધાનમંત્રી મોદીએ સમાજના દરેક વર્ગ સાથે વિશ્વાસઘાત કર્યો છે”.

આ ઉપરાંત મોદી સરકારના ચાર વર્ષ સમાપ્ત થયાને લઇ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને અશોક ગહલોત શનિવાર સાંજે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. આ પહેલા કોંગ્રેસ દ્વારા એક પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ પહેલા ચાર વર્ષ પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ શનિવારે એક પછી એક એમ ત્રણ ટ્વીટ કર્યા હતા, જેમાં તેમણે એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે. આ વીડિયો “સાફ નિયત-સાચો વિકાસ” અભિયાન મુજબ બનાવવામાં આવ્યો છે અને મોદી સરકારની યોજનાઓ વિશે બતાવવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઓરિસ્સાના કટક શહેરમાં પહોચી રહ્યા છે. કટકમાં તેઓ કેન્દ્ર સરકારના ચાર વર્ષ પુરા થવા પર પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. બીજી બાજુ પીએમ મોદીના આ કાર્યક્રમને લઇ શહેરના બાલીયાત્રા મેદાનમાં તૈયારીઓ કરી લેવામાં આવી છે.

કટકમાં પીએમ એક જાહેરસભાને સંબોધશે, ત્યારે બીજેપી નેતાઓએ દાવો કર્યો છે કે, આ જનસભામાં 3 લાખ લોકો ભેગા થશે.

પીએમ મોદી અહિયાં “સાફ નિયત-સાચો વિકાસ” અભિયાન શરુ પણ કરશે. આ અભિયાન મુજબ બીજેપી મોદી સરકારના ચાર વર્ષનો રીપોર્ટ લોકો સાથે પહોચાડશે. આ અભિયાનને ૨૦૧૯ની તૈયારીઓના રૂપમાં જોવામાં આવી રહ્યો છે.