Banaskatha News: પૂરી થતાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું જેમાં ખેડૂત અને વેપારી વિભાગના ડિરેક્ટર માટે 80 ઉમેદવારી પત્રો ભરાયા હતા ખેડૂત મત વિભાગમાં 69 અને વેપારીમાં વિભાગમાં 11 મળી કુલ 80 ફોર્મ ભરાયા હતા થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન ભાજપના વરિષ્ઠ આગેવાન એવા અણદાભાઈ પટેલ સહિતના ગ્રુપ ને એક પણ મેન્ડેટ ન ફાળવતા ભારે નારાજગી જોવા મળી હતી ત્યારે કાંકરેજ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તથા જિલ્લા કિસાન ભાજપ મોરચાના મહામંત્રી બાબુભાઈ પટેલ સહિત તાલુકામાં સંગઠન માં કામ કરી ચૂકેલા ભાજપના 14 ઉમેદવારોને મેન્ડેટ મળતા તેમની પેનલ બની હતી.
સામે પક્ષે પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ ને મેન્ડેટ ન મળતા તેમણે અલગ પેનલ બનાવી ચૂંટણી મેદાનમાં ઉતરવાનું હવે નક્કી કરી લીધું છે ત્યારે થરા માર્કેટયાર્ડમાં સતત પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા તેમજ બનાસ બેંકમાં પણ ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને મેન્ડેડ ન મળતાં તેમના સમર્થકોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી. અને બિન હરીફ કરવાની જગ્યા એ હવે ભાજપ સામે ભાજપ ની લડાઈ લડી લેવા માટે અણદાભાઈ પટેલની પેનલ તૈયાર થઈ ચૂકી છે ત્યારે 30 જૂન ના રોજ વેપારી વિભાગ માટે 63 અને ખેડૂત વિભાગ માટે 4852 જેટલા મતદારો સવારે 9 વાગ્યાથી સાંજ 5 વાગ્યા સુધી મતદાન કરશે અને 1 જુલાઈ ના મતગણતરી હાથ ધરાશે ત્યારે ભાજપના મેન્ડેડ આપેલી પેનલ વિજય નો તાજ પહેરછે કે પસે બળવાખોરિ કરેલા અણદાભાઈ પટેલ ની પેનલ વિજેતા થાય છે તે તો 1 જુલાઈના રોજ સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો:સાબરકાંઠાના પ્રાંતિજમાં વીજ કરંટ લાગતા 9 વર્ષની બાળકીનું મોત
આ પણ વાંચો:પંચમહાલમાં બે સગા ભાઈનું વીજ કરંટ લાગતા થયું મોત
આ પણ વાંચો:વડોદરામાં બે કર્મચારીઓને લાગ્યો વીજ કરંટ, ઘટના થઈ CCTVમાં કેદ
