કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે વિદેશ જશે. તે નવી દિલ્હી પરત ફરતા પહેલા તેની બીમાર માતાની પણ મુલાકાત લેશે.સોનિયા ગાંધી હાલમાં જ કોરોના સંક્રમિત થયા હતા અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા,તેમની તબિયત હાલ સારી છે પરતું તેમની હેલ્થ સંબધિત ચેકઅપ માટે વિદેશ જેવાના છે, આની જાણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભારતની એકતા યાત્રા લઇને સમગ્ર દેશમાં રાહુલ ગાંધી નીકળવાના છે, આ ઉપરાંત મોઘવારી મુદ્દે પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં પ્રિયંકા ગાંધી પણ જોડાશે.
