પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ તેમના પદ પરથી અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે નવજોત સિદ્ધુએ બોલાવેલી ધારાસભ્યોની બેઠક પહેલા અમરિંદર સિંહે સોનિયા ગાંધીને કહ્યું હતું કે તેઓ આવા અપમાન સાથે પાર્ટીમાં રહી શકતા નથી.
પંજાબ કોંગ્રેસ સરકારમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા જ નેતૃત્વ પરિવર્તનની અટકળો તેજ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમરિંદર સિંહે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું છે કે,અપમાન થઇ રહ્યું છે ,ત્રીજી વખત આવું થઈ રહ્યું છે. હું પક્ષમાં આવા અપમાન સાથે રહી શકતો નથી.
છેલ્લા કેટલાક મહિનાઓમાં, નવજોત સિંહ સિદ્ધુના સમર્થક માનવામાં આવતા ધારાસભ્યોએ અમરિંદર સિંહ સામે બળવો કર્યો છે અને નવા નેતાની માંગ કરી છે. પંજાબના સંભવિત નવા મુખ્યમંત્રી માટે સુનીલ જાખર, પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ વડા પ્રતાપ સિંહ બાજવા અને બેયંત સિંહના પૌત્ર અને સાંસદ રવનીત સિંહ બિટ્ટુ જેવા નામો નક્કી કરવામાં આવ્યા છે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) એ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક ઝઘડા વચ્ચે શનિવારે રાજ્યની કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવામાં આવી છે. AICC ના મહાસચિવ અને પંજાબ બાબતોના પ્રભારી હરીશ રાવતે શુક્રવારે રાત્રે આ જાહેરાત કરી હતી. રાવતે ટ્વિટ કર્યું હતું કે, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ AICC ને પંજાબ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક તાત્કાલિક બોલાવવાની વિનંતી કરી હતી. આ ક્રમમાં 18 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યે પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. પંજાબ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા વિનંતી છે.
આ ટ્વીટમાં તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુને પણ ટેગ કર્યા છે.સિદ્ધુએ શુક્રવારે રાત્રે ટ્વિટર પર લખ્યું, “એઆઈસીસીની સૂચના પર, 18 સપ્ટેમ્બર, 2021 ના રોજ સાંજે 5 વાગ્યે પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે.
ગયા મહિને ચાર રાજ્ય મંત્રી અને કેટલાક ધારાસભ્યોએ મુખ્યમંત્રી સામે પોતાનો મતભેદોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અને રજૂઆત કરી હતી કે અમરિંદર સિંહે તેમણે આપેલા ચૂંટણી વચનો પુરા કર્યા નથી.
