World/ G-7 નેતાઓએ ઉડાવી પુતિનની મજાક, શર્ટલેસ તસવીર પર બોરિસ જોન્સને કહ્યું- આપણે પણ કપડાં…

G-7 દેશોની સમિટમાં રશિયાના વડાપ્રધાન વ્લાદિમીર પુતિનની મજાક ઉડાવવામાં આવી હતી. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને મજાક શરૂ કરી.

Top Stories World

હાલમાં જર્મની ખાતે G7 દેશોના નેતાઓની સીમીટ યોજાઇ હતી. જેમાં રવિવારે નેતાઓ દ્વારા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)ની મજાક ઉડાવવામાં આવી હતી. જર્મનીમાં યોજાયેલી G 7 દેશોની મિટિંગમાં બપોરના ભોજન દરમિયાન નેતાઓ દ્વારા પુતિનની મજાક ઉડાવવામા આવી હતી. રશિયન રાષ્ટપતિ(Russian President) ની શર્ટ વગરની તસવીર ઉપર નેતાઓ દ્વારા કમેંટ કરવામાં આવી હતી. આ તસવીરમાં વ્લાદિમીર પુતીનની છાતી દેખાય છે અને તે ઘોડા પર સવાર છે. G7 નેતાઓનો આ મજાક ઉડાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમની મજાકનો વીડિયો એવા સમયે આવ્યો છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેના પાંચમા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે અને યુએસ પ્રમુખ જો બિડેન પશ્ચિમી ગઠબંધનને એક રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને G7 નેતાઓ સાથે ટેબલ પર બેસીને મજાક શરૂ કરી હતી. તેમણે કહ્યું, ‘જેકેટ પહેરું? જેકેટ કાઢી નાખો? શું આપણે આપણાં કપડાં ઉતારીએ?’ આના પર કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું, ‘ફોટો લેવા માટે રાહ જુઓ.’ આના પર બોરિસ જોન્સને ફરી એક વાર કહ્યું, ‘અમારે બતાવવું પડશે કે અમે (શરીર) પુતિન કરતા વધુ મજબૂત છીએ. બાદમાં આ નેતાઓની તસવીરો પણ સામે આવી હતી, જેમાં તેઓએ પોતાના જેકેટ ઉતાર્યા હતા.

બિડેને મજાક કરી ન હતી
જસ્ટિન ટ્રુડોએ પુતિનને વધુ ટોણો મારતા કહ્યું હતું કે, ‘અમે નગ્ન છાતીવાળા ઘોડા પર સવારી કરતા ફોટોગ્રાફી કરીશું.’ ટ્રુડો 2009 માં સાઇબેરીયન તાવા પ્રદેશના પર્વતોમાં શર્ટલેસ ઘોડા પર સવારી કરતા પુતિનના ફોટાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ટ્રુડોની ટિપ્પણી પર યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે ઘોડા પર સવારી કરવી શ્રેષ્ઠ છે. આના પર બોરિસ જ્હોન્સને કહ્યું કે અમારે તેમને અમારા પેક્સ પણ બતાવવા પડશે. જોકે આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ હાજર હતા, તેમણે મજાકમાં ભાગ લીધો ન હતો.

અમદાવાદ/ હાઈટેક સિક્યુરિટી સાથે યોજાશે 145મી ઐતિહાસિક રથયાત્રા, પરવાનગી વિના ચકલુય નહીં ફરકી શકે

Ukraine Crisis/ મિસાઈલ હુમલામાં તૂટી પડેલી ઈમારત નીચે કલાકો સુધી દટાઈ હતી આ નાનકડી બાળકી, રામ રાખે તેને કોણ ચાખે !