Rajkot News: ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ ફરી એકવાર વિવાદમાં છે. બંગલા પાસે પિતા-પુત્રને માર મારવાના આરોપો વચ્ચે, હવે રાજકોટમાં પુત્રનો મૃતદેહ મળી આવ્યા બાદ પિતાએ આરોપ લગાવ્યા છે. મૃતકના પિતાએ મીડિયાને જણાવ્યું કે મેં પહેલા જે કહ્યું હતું તે જ થયું છે. મને ખબર નથી કે મારા દીકરાનું શું થયું શું નહીં. જ્યારથી મારી સાથે આ ઘટના બની છે, ત્યારથી હું ફક્ત એક જ વાત કહી રહ્યો છું, અમને ન્યાય જોઈએ છે. હું 30 વર્ષથી ગોંડલમાં રહું છું પણ આવું પહેલી વાર બન્યું છે. મને શંકા છે કે મારા દીકરાની હત્યા થઈ છે, ગમે તે હોય, અમને ફક્ત ન્યાય જોઈએ છે.
મૃતકની બહેને મીડિયાને ચોંકાવનારી માહિતી આપી છે. મૃતકની બહેને જણાવ્યું કે તેણીએ ગોંડલ PI ગોસાઈ સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું કે તેમણે જયરાજસિંહ જાડેજાના બંગલાનું CCTV ફૂટેજ જોયું છે. PI ગોસાઈએ કહ્યું કે CCTVમાં યુવકને માર મારતો જોવા મળી રહ્યો છે. અમે CBI તપાસની માંગ કરીએ છીએ.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તરઘરિયા ઓવરબ્રિજ પર રાત્રે યુવકને 108 દ્વારા ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને વહેલી સવારે 3:42 વાગ્યે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ પછી તેના માતા-પિતાની શોધ ચાલુ રહી. દરમિયાન, ગઈકાલે યુવાનની બહેન અને બનેવીએ તેને ઓળખી કાઢ્યો. જે બાદ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું અને આજે તેના પિતા દ્વારા મૃતદેહની ઓળખ કરાવી. હાલમાં, પરિવાર મૃતદેહ સાથે તેમના વતન રાજસ્થાન જવા રવાના થઈ ગયો છે. જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
3 માર્ચના રોજ ગોંડલથી રાજકુમાર રતનલાલ ચૌધરી (જાટ) નામનો યુવક ગુમ થયો હતો. પિતાએ રાજકોટ ગ્રામ્ય પોલીસને જણાવ્યું હતું કે રાજકુમાર રહસ્યમય રીતે ઘરેથી ગાયબ થઈ ગયો છે. ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસને પણ અરજી આપવામાં આવી હતી. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહના બંગલા પાસે બાઇક પાર્ક કરતી વખતે પિતા-પુત્રને માર મારવામાં આવ્યો હતો. જોકે, ઘટનાના બીજા દિવસે રાજકુમારના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને શહેરના બસ સ્ટેન્ડ સહિત જાહેર સ્થળોએ યુવકના ગુમ થવાના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. દરમિયાન, 4 માર્ચ, 2025 ના રોજ સવારે 3 વાગ્યે અજાણ્યા વાહને ટક્કર મારતાં યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. યુવકની ઓળખ રાજકુમાર તરીકે થયા બાદ, રાજકોટ પોલીસે પરિવારને જાણ કરી છે, જેમણે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી છે. પોલીસ હાલમાં અજાણ્યા વાહનચાલકની શોધ કરી રહી છે. યુપીએસસીની તૈયારી કરતો પુત્ર ગુમ થતા જ પરિવાર ચિંતિત હતો.
મૃતક રાજકુમારના પિતા રતનલાલે આ અરજીમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે 2 માર્ચે ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહના બંગલા પાસે કેટલાક લોકોએ તેમના પુત્રને માર માર્યો હતો. 4 માર્ચના રોજ સવારે ૩ વાગ્યાની આસપાસ, એક અજાણ્યા વાહનચાલકે યુવાનને ટક્કર મારી, જેના કારણે તેનું મોત નીપજ્યું. રાજકોટ પોલીસ મૃતકની ઓળખ માટે તપાસ કરી રહી હતી. મૃતકની ઓળખ રાજકુમાર ચૌધરી તરીકે થયા બાદ, રાજકોટ પોલીસે પરિવારને જાણ કરી. જે બાદ પરિવારે ફોરેન્સિક પીએમની માંગણી કરી છે.
રાજકોટ-ગોંડલના યુવકના શંકાસ્પદ મોતના મામલે હવે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે પણ ટ્વીટ કરી સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માગ કરી છે. તેમને કહ્યું છે કે આ ઘટનાને જાટ સમાજ સહન નહી કરે. આ ઘટના સંસદમાં ઉઠાવીશ. પૂર્વ બાહુબલી વિધાયક અને તેના સાગરીતો આ હત્યાકાંડમાં શામેલ છે.
આ પણ વાંચો:રાજકોટમાં એક પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, ઝાડ પર મળી આવ્યા મૃતદેહો
આ પણ વાંચો:રાજકોટમાં પિતાએ કરી પરિણીત પુત્રીના પ્રેમીની હત્યા
આ પણ વાંચો:રાજકોટ પોલીસકર્મી હત્યા કેસમાં સાક્ષીને મારી નાખવાની ધમકી, CCTV આવ્યા સામે