નાગરિકતા સુધારણા અધિનિયમ, 2019 સામે દેશવ્યાપી હંગામો મચી ગયો છે. ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં મોટા પ્રમાણમાં પ્રદર્શન થઇ રહ્યા છે. માત્ર ઉત્તર પૂર્વમાં જ નહીં, ભારતનાં અન્ય ભાગોમાં પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો તેને ગેરબંધારણીય ગણાવી રહ્યા છે. દરમિયાન, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે નાગરિકતા સુધારણા કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આપને જણાવી દઇએ કે, અસદુદ્દીન ઓવૈસીનાં વકીલ નિઝામ પાશાએ મીડિયાને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, એઆઇએમઆઇએમનાં અધ્યક્ષે નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, લોકસભા, રાજ્યસભામાંથી બિલ પસાર થયા પછી, તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી પણ મળી ગઈ છે. ટૂંક સમયમાં તેનો અમલ દેશભરમાં કાયદા તરીકે કરવામાં આવશે. બિલનો વિરોધ પહેલા દિવસથી જ થઇ રહ્યો છે, પરંતુ હવે તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. ઉત્તર પૂર્વી રાજ્યોમાં વિરોધ પ્રદર્શન તીવ્ર બન્યા છે, ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.
Lawyer Nizam Pasha to ANI: AIMIM leader Asaduddin Owaisi has filed a petition before the Supreme Court challenging the #CitizenshipAmendmentAct (file pic) pic.twitter.com/463ycBsjmk
— ANI (@ANI) December 14, 2019
વળી સુપ્રીમ કોર્ટનાં વકીલ પયોલી સ્વાતીજાએ મીડિયા સાથે વાત કરતા મોટી માહિતી આપી છે. તેમણે કહ્યું કે અસદુદ્દીન ઓવૈસી સિવાય આસામનાં વિપક્ષી નેતા, દેવવ્રત સૈકિયા, અબ્દુલ ખાલેક અને બારપેટાના લોકસભા સાંસદ અને મરિયાની વિધાનસભાનાં ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ નાગરિકતા સુધારો અધિનિયમ, 2019 સામે શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
