રાજ્ય સરકાર હસ્તકની વિદ્યુત કંપનીઓની ભરતી પરીક્ષા રદ કરાઈ છે, તે અંગે આજે બોટાદ આવેલા ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે સ્પષ્ટતા કરતા નિવેદન આપ્યું હતું. ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવા નિયમોના કારણે હાલ પૂરતી પીજીવીસીએલ, એમજીવીસીએ કે ડિજીવીસીએલની ભરતી નવા નિયમોને કારણે રદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ નવા નિયમો સાથે જાહેરાત આવશે અને પરીક્ષા લેવામાં આવશે અને તમામને નોકરી આપવામાં આવશે.
ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલેનાં નિવેદન બાદ ઉર્જા વિભાગનાં સૂત્રોનાં માધ્યમથી જાણવા મળતી વિગતો મુજબ રદ્દ થયેલી પરીક્ષા એક મહિનામાં લેવાશે. લગભગ એક સપ્તાહમાં જાહેરનામું બહાર પડાશે અને પહેલાં જે 850 જગ્યા માટે પરીક્ષા લેવાની હતી, હવે 1500થી વધુ જગ્યા માટે ભરતી થશે. ભરતીમાં EWS નો અમલ કરવા માં આવશે અને સ્નાતક માં 55 ટકાની જોગવાઈ રાખવામાં આવશે. મંતવ્ય ન્યૂઝ આ વિગતોની પુષ્ટી કરતું નથી…..
https://www.facebook.com/mantavyanews/videos/1391600734332815/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
