કોરોના વાયરસને કારણે, માસ્કની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે અને આ દરમિયાન સલમાન ખાને તાજેતરમાં જ તેના બ્રાન્ડ માસ્ક શરૂ કર્યા છે. સલમાને માસ્ક પહેરીને તેનો ફોટો શેર કર્યો હતો. ફોટો શેર કરતી વખતે સલમાને લખ્યું કે, જ્યારે તમે માસ્ક ખરીદો છો, ત્યારે તમને અમારી તરફથી એક માસ્ક મફત મળશે, જે તમે કોઈ પણ જરૂરિયાતમંદને આપી શકો છો.
સલમાનની આ પોસ્ટ પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જ્યારે, કેટલાક યુઝર્સે સલમાનની બ્રાન્ડનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.
Being Human Clothing ne aaj mask launch kiya hai. Aur, hamara ek hi task, pehno aur pehnao.
Jab aap ek mask kharidenge, apko hamari aur say ek mask free milega, jo aap khud zaroorat mando ko de sakte ho. Shop at Being Human Clothing Stores & https://t.co/3eWdlFytre@bebeinghuman pic.twitter.com/NvwDXhkPpy— Salman Khan (@BeingSalmanKhan) August 14, 2020
કિક 2 માં ફરી સાથે જોવા મળશે સલમાન-જેક્લીન
સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડિઝ ફિલ્મ કિક 2 માં એક સાથે જોવા મળશે. જેક્લીનના જન્મદિવસ પર તેની ઘોષણા કરવામાં આવી હતી. ડિરેક્ટર-નિર્માતા સાજિદ નડિયાદવાલાએ ટિ્વટ કર્યું હતું કે, આ રહી તમારી જન્મદિવસ ભેટ, જે હંમેશા યાદ રહેશે. સાજીદ નડિયાદવાલાએ સવારે 4 વાગ્યે કિક 2 ની સ્ક્રિપ્ટને અંતિમ રૂપ આપી દીધું છે અને તમારા માટે એક જબરદસ્ત ભૂમિકાની ઘોષણા કરીને મને ખૂબ આનંદ થાય છે.
જો કે, બાકીના સ્ટારકાસ્ટની હજી જાહેરાત કરવામાં આવી નથી. અહેવાલ મુજબ, લોકડાઉન બાદ સલમાન ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું શૂટિંગ પૂર્ણ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
