ગોળીબાર/ રાજકોટમાં ધાડપાડું ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ થતાં PSIને વાગી ગોળી, 4ની કરવામાં આવી ધરપકડ 2 ફરાર

રાજકોટમાં ધાડપાડું ગેંગ અને પાલીસ વચ્ચે ફિલ્મ સ્ટાઇલના દશ્યો સર્જાયા હતા. ધાડપાડું ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગની થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે

Top Stories Gujarat
  • ધાડપાડું ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ
  • ચિત્રકૂટ સોસાયટીમાં ગેંગ ધાડપાડેએ પહેલાં ઝડપાઇ
  • સોસાયટીમાં જ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરીંગ
  • સામ-સામે ફાયરીંગમાં PSI ને ગોળી વાગી
  • SOGના PSI ડી.બી.ખેરને વાગી ગોળી
  • ગેંગના 6 સભ્યો પૈકી 4ને પોલીસે ઝડપી પાડયા
  • બે શખ્સો ભાગી છુટવામાં સફળ રહ્યા
  • પોલીસની રિવોલ્વર પણ આંચકી લેવાનો કર્યો પ્રયાસ

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યો છે,ગુનાખોરી ડામવા માટે પોલીસ સક્રીય ભૂમિકા ભજવી રહી છે અને  મહદઅંશે સફળતા પણ મળી છે.રાજકોટમાં ધાડપાડું ગેંગ અને પાલીસ વચ્ચે ફિલ્મ સ્ટાઇલના દશ્યો સર્જાયા હતા. ધાડપાડું ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગની થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટની સોસાયટીમાં જ પોલીસ અને ગુડાઓ વચ્ચે ગોળીબાર સામ સામે થયો હતો જેમાં PSIને ગોળી વાગતા ગંભીર  રીતે ઘાયલ થયા છે. એસઓજીના પીએસઆઇ ડી.બી.ખેરને ગોળી વાગી છે ,તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગેંગના 6 સભ્યો અને પોલીસ ટીમ વચ્ચે ગોળીબાર થયો હતો,જેમાં પોલીસે આ ગેંગના 4 સભ્યોને ઝડપી પાડ્યા હતા,જ્યારે બે શખ્સો ફરાીર થઇ ગયા હતા. આ ગોળીબારની ઘટનામાં પોલીસની રિવોલ્વર પણ આંચકી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘધટના બાદ પોલીસે સત્વરે શહેરમાં સઘન તપાસ હાથ ધરી છે અને બે સાગરિતોને પકડી પાડવા ચક્રો ગતિમામ કર્યા છે.