ગયા અઠવાડિયે, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે એલોન મસ્ક ના મોટાભાગના ટ્વિટર ફોલોઅર્સ નકલી છે. ઓડિયન્સ રિસર્ચ ટૂલ સ્પાર્કટોરોના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેલિબ્રિટી એકાઉન્ટ્સના ફોલોઅર્સ વધારવા માટે બોટ્સ અને ફેક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, નકલી ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટ્સની યાદીમાં એલોન મસ્કનું ટ્વિટર એકાઉન્ટ ટોચ પર છે. નકલી ફોલોઅર્સને ચકાસવા માટે રેન્ડમ સેમ્પલ ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો અને હવે આ રેન્ડમ સેમ્પલ ડેટા કલેક્શનને લઈને એલોન મસ્કે મોટું નિવેદન આપ્યું છે. એલોન મસ્કએ રેન્ડમ સેમ્પલિંગની જાહેરાત કરી છે.
એલોન મસ્કે એક ટ્વીટ દ્વારા કહ્યું છે કે તેમની ટીમ તેના પ્લેટફોર્મ પર ટ્વિટર એકાઉન્ટના 100 ફોલોઅર્સનું ‘રેન્ડમ સેમ્પલિંગ’ કરશે. “હું લોકોને રેન્ડમ સેમ્પલિંગ કરવા અને તેઓ શું શોધે છે તે જોવા માટે પણ આમંત્રિત કરું છું,”તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે ગણતરી બાદ બોટ્સ ખૂબ જ ગુસ્સામાં છે. આપને જણાવી દઈએ કે એલોન મસ્કના ટ્વિટર પર લગભગ 93 મિલિયન ફોલોઅર્સ છે.
હકીકતમાં, ટ્વિટરના લગભગ 6.17 કરોડ એકાઉન્ટ્સ વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ એકાઉન્ટ્સ સ્પામ અથવા નકલી છે અને રેન્ડમ સેમ્પલિંગ ફક્ત તેમને શોધવા માટે કરવામાં આવી રહ્યું છે. ટ્વિટરના સત્તાવાર રિપોર્ટ અનુસાર, 2022ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન તેના પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સની સંખ્યા 5 ટકાથી ઓછી રહી છે. કંપનીના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન 229 મિલિયન યુઝર્સે તેની જાહેરાત કરી છે.
નોંધપાત્ર વાત એ છે કે, એલોન મસ્કે ગયા મહિને જ ટ્વિટર ખરીદ્યું હતું, પરંતુ શુક્રવારે તેસણે એક ટ્વિટમાં કહ્યું હતું કે આ ડીલને હાલ પૂરતું અટકાવી દેવામાં આવી છે. તેની પાછળનું કારણ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર નકલી અથવા સ્પામ એકાઉન્ટ્સની પેન્ડિંગ માહિતી છે. મસ્કે કહ્યું કે આ ગણતરી દર્શાવે છે કે પ્લેટફોર્મ પર નકલી અથવા સ્પામ એકાઉન્ટ્સની સંખ્યા પાંચ ટકાથી ઓછી છે.
આ પણ વાંચો:CM અરવિંદ કેજરીવાલ પહોંચ્યા મુંડકા, મૃતકોના પરિજનોને 10 લાખનું વળતર, કહ્યું, દોષિતોને થશે સજા
આ પણ વાંચો: પાકિસ્તાને ભારતીય માછીમારો પર કર્યો ગોળીબાર? પાક.ના કબજામાં બોટ સાથે 8 માછીમારો
આ પણ વાંચો:ભાજપની ચૂંટણી તૈયારી : કોંગ્રેસ બાદ હવે યોજાશે ભાજપની ચિંતન શિબિર
