Not Set/ ઇદની નમાજ બાદ નૌશેરામાં થઇ પથ્થરબાજી: એક જવાન શહીદ

શ્રીનગર, ઈદના પવિત્ર દિવસે પણ પાકિસ્તાને પોતાની નાપાક હરકતો છોડી નથી. નિયંત્રણ રેખા પાસે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની ફાયરીંગમાં ભારતીય જવાન વિકાસ ગુરંગ શહીદ થયા છે. જયારે રાજધાની શ્રીનગરની વાત કરવામાં આવે તો ત્યાં પણ માહોલ અશાંત છે. ઈદની નમાજ બાદ સુરક્ષા  દળોને નિશાન બનવાયા હતા. દક્ષીણ કાશ્મીરના અનંતનાગમાં […]

Top Stories India

શ્રીનગર,

ઈદના પવિત્ર દિવસે પણ પાકિસ્તાને પોતાની નાપાક હરકતો છોડી નથી. નિયંત્રણ રેખા પાસે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની ફાયરીંગમાં ભારતીય જવાન વિકાસ ગુરંગ શહીદ થયા છે. જયારે રાજધાની શ્રીનગરની વાત કરવામાં આવે તો ત્યાં પણ માહોલ અશાંત છે. ઈદની નમાજ બાદ સુરક્ષા  દળોને નિશાન બનવાયા હતા. દક્ષીણ કાશ્મીરના અનંતનાગમાં પણ નમાજ બાદ સુરક્ષા દળો પર પથ્થરબાજી કરવામાં આવી હતી.

પથ્થરબાજી દરમિયાન ઉપદ્રવિયોએ આઈએસઆઈએસ અને પાકિસ્તાની જંડા લહેરાવ્યા હતા. બેકાબુ ભીડને નિયંત્રણમાં લેવા માટે સુરક્ષા દળોએ અશ્રુ ગેસ અને ગોળીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા જામા મસ્જીદ નજીક આ પ્રકારની ઘટના ઘટી હતી. અધિકારીઓ ભલે માનતા હોય કે પાછલા કેટલાક દિવસોમાં પથ્થરબાજીની ઘટનાઓ ઓછી થઇ છે પરંતુ વીતેલા કેટલાક દિવસોમાં સુરક્ષા દળો પર પથ્થરબાજી વધી છે.

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરતા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. નૌશેરામાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાની ફાયરીંગમાં એક જવાન શહીદ થયા છે. જયારે અરનીયા સેક્ટરમાં શનિવારે સવારે ચાર વાગ્યે ઇદના પવિત્ર દિવસે પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી હતી. બીએસએફે પણ જવાબી ફાયરીંગમાં પાકિસ્તાનને મજબૂત જવાબ આપ્યો હતો.

પાકિસ્તાનની સીઝફાયર તોડવાની અસર ઇદના દિવસે અટારી-વાઘા બોર્ડર પર પણ જોવા મળી હતી. આ વખતે અહી બીએસએફ જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે મીઠાઈ વહેંચવામાં આવી નહતી.

આ પહેલા ગુરુવારે સીઆરપીએફના કાફલાની એક બસ પર ઉપદ્રવિયો દ્વારા પથ્થરબાજીનો એક વીડિઓ સામે આવ્યો હતો. વિડીઓમાં જવાન પોતાનો જીવ બચાવતા નજરે ચડે છે જયારે ભીડ પથ્થરબાજી કરતી એમની પાછળ ભાગી રહી હોય છે. કહેવામાં આવે છે કે સીઆરપીએફની બસ કથિત રીતે એક બાઈક સાથે અથડાઈ હતી, ત્યારબાદ આ વિસ્તાર કેટલાક ઉપદ્રવિઓયોએ સુરક્ષા દળો પર પથ્થરબાજી શરુ કરી હતી.

વીડિઓમાં કેટલાક જવાન બીજા જવાનોને પકડીને બચાવવાની કોશિશ કરતા નજરે ચડે છે. બારીઓ પર ઢાલ લગાવીને તેઓ પથ્થરોને બસમાં આવવાથી રોકી રહ્યા છે. જોકે, જવાનોની આટલી કોશિશો બાદ પણ આ ઘટનામાં સીઆરપીએફના એક હેડ કોન્સ્ટેબલ, જમ્મુ-કાશ્મીર પોલીસના એક એસએચઓ સહીત કુલ પાંચ સુરક્ષા કર્મી ઘાયલ થયા છે.