છોટાઉદેપુર,
જેમનું કામ કાયદાનું રક્ષણ કરવાનું છે તે લોકો જ કાયદાનો ભંગ કરી રહ્યા છે. છોટા ઉદેપુરમાં ખાખીને દાગ લગાવતો એક બનાવ સામે આવ્યો છે. છોટાઉદેપુરમાં પીએસઆઈના ઘરમાંથી જ મળી આવ્યો છે દારૂનો જથ્થો.
જુદા જુદા સ્થળે દરોડા દરમિયાન ઝડપાયેલા દારૂના જથ્થામાંથી કેટલોક જથ્થો આ પીએસઆઈએ પોતાના ઘરમાં મૂકી રાખ્યો હતો. જે અંગે જાણ થતા જિલ્લા એ.એસપીએ પીએસઆઈના ઘરની તપાસ કરીને 265 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી.

કદવાલ પોલીસ મથકની હદમાંથી ઘણી વખત દારૂનો જથ્થો ઝડપાયો હતો અને એ દારૂનો જથ્થો મુદ્દામાલ તરીકે દર્શાવવાને બદલે પીએસઆઈ જે.બી કટારા પોતાને મળેલા સરકારી આવાસમાં રાખી મુકતા હતા.

આ મામલે પીએસઆઈ સાથેં બે કોન્સ્ટેબલ્સની પણ અટકાયત કરવાં આવી છે. પીએસઆઈ દારૂના જથ્થાનું તેઓ શું કરતા હતા તે તો તપાસ બાદ બહાર આવશે. પરંતુ આ ઘટનાથી પોલીસની વર્દી પર લાંછન લાગ્યું છે.
