Surat News/ ‘તોડબાજ પોલીસે 8 લાખનો તોડ કર્યો’, તેવો MLA કુમાર કાનાણીએ કર્યો આક્ષેપ, પોલીસ કમિશનરને પત્ર લખીને કરી આ માગ

સુરતના એક પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં પોલીસ દ્વારા 8 લાખ રૂપિયાનો તોડ કરાયાનો આક્ષેપ, ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો.

Top Stories Gujarat Surat
Yogesh Work 2025 03 19T152708.780 ‘તોડબાજ પોલીસે 8 લાખનો તોડ કર્યો’, તેવો MLA કુમાર કાનાણીએ કર્યો આક્ષેપ, પોલીસ કમિશનરને પત્ર લખીને કરી આ માગ

Surat News : સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટના ગુનામાં પોલીસ દ્વારા 8 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાનો ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખીને આક્ષેપ કર્યો છે. તેમના પત્રમાં દર્શાવ્યા અનુસાર, પોલીસે રેડ દરમિયાન ગેરકાયદેસર રીતે 20 લાખથી વધુનો માલ જપ્ત કર્યો હતો, પરંતુ રેકોર્ડ પર માત્ર 3.31 લાખનો જ માલ બતાવવામાં આવ્યો હતો. બાકીનો માલ પોલીસની મિલીભગતથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, તેમણે આક્ષેપ કર્યો કે પોલીસે આરોપીઓ પાસેથી 8 લાખ રૂપિયાની લાંચ લીધી હતી અને આ રકમ એક હેડ કોન્સ્ટેબલે સ્કોડા કારમાં લઈ ગયો હતો. FIRમાં પણ ત્રણ માલિકો હોવા છતાં માત્ર એકનું જ નામ દર્શાવવામાં આવ્યું હતું.

Yogesh Work 2025 03 19T151039.836 ‘તોડબાજ પોલીસે 8 લાખનો તોડ કર્યો’, તેવો MLA કુમાર કાનાણીએ કર્યો આક્ષેપ, પોલીસ કમિશનરને પત્ર લખીને કરી આ માગ

કાનાણીએ પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે તેઓ આ મામલે કડક તપાસ કરે અને દોષિત પોલીસકર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે. તેમણે આ ઘટનાને “હપ્તા લેતા ગલીના ગુંડા જેવી” ગણાવી અને તોડબાજ પોલીસકર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢવાની માંગણી કરી છે. બે મહિના પહેલાં પાડેલી રેડમાં પોલીસે તોડ કરી ત્રણ માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધી હતી. ત્યારે કુમાર કાનાણીએ CPને લખેલા પત્રમાં જણાવ્યું કે, પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું છે, હપ્તા લેનારા પોલીસકર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢો’. હાલ આ મામલે તોડકાંડનો વિવાદ વકરતા પોલીસ કમિશનરે ડીસીપી ઝોન-1ને ઇન્ક્વાયરીના આદેશ કર્યા છે.

પોલીસ કમિશનરે આ મામલે DCP ઝોન-1ને તપાસના આદેશ આપ્યા છે. DCP આલોક કુમારે જણાવ્યું હતું કે, ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરવામાં આવશે અને પુરાવાઓના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે