Water Security/ ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાનો અંત લાવશે 12 બેરેજ

હંમેશા પાણીથી તરસ્યા રહેતા ઉત્તર ગુજરાતને કાયમ માટે પાણીથી ભરેલું રાખવાની મહત્ત્વાકાંક્ષી યોજના ગુજરાત સરકારે તૈયાર કરી દીધી છે….. આ યોજનાના કારણે ઉત્તર ગુજરાતને પાણીની સમસ્યામાંથી કાયમી ધોરણે રાહત મળી જશે અને તેની સાથે-સાથે જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે

Trending Mantavya Vishesh

હંમેશા પાણીથી તરસ્યા રહેતા ઉત્તર ગુજરાતને કાયમ માટે પાણીથી ભરેલું રાખવાની મહત્ત્વાકાંક્ષી યોજના ગુજરાત સરકારે તૈયાર કરી દીધી છે….. આ યોજનાના કારણે ઉત્તર ગુજરાતને પાણીની સમસ્યામાંથી કાયમી ધોરણે રાહત મળી જશે અને તેની સાથે-સાથે જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે…..આ યોજનાના લીધે ઉત્તર ગુજરાત પાણીથી છલોછલ થઈ જશે તે પ્રકારના દાવા સરકાર કરી રહી છે…… આ યોજના ચાલુ પણ થઈ ગઈ છે. આ યોજના ઉત્તર ગુજરાતની જળસુરક્ષા નિશ્ચિત કરશે તેવો દાવો સરકાર પોતે કરી રહી છે…

ઉત્તર ગુજરાતની પાણીની તકલીફનો કાયમી ધોરણે ઉકેલ લાવવા અનેક જિલ્લાઓમાં પાણીની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર સાબરમતી નદી પર 12 નવા બેરેજ બનાવવા જઈ રહી છે… સરકારના રૂ. લગભગ 2,500 કરોડથી પણ વધુ રકમના આ પ્રોજેક્ટનો હેતુ સાબરમતી નદીને પુર્નજીવિત કરવાનો છે..,. તેની સાથે-સાથે સિંચાઈ, પીવાના પાણી અને ભૂગર્ભજળ રિચાર્જ માટે વર્ષની પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે…..

મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમથી અમદાવાદ શહેરના વાસણા બેરેજ સુધીના 148 કિલોમીટરના પટ પર કુલ 12 બેરેજ બનાવવામાં આવનારા છે…. આ પ્રકારના બેરેજમાં સામાન્ય રીતે દરવાજા અથવા સ્પિલવેની શ્રેણી હોય છે…. તેના દ્વારા પાણીના પ્રવાહને નિયંત્રિત કરી શકાય છે…. આ સિવાય તેને ખોલી થવા બંધ પણ કરી શકાય છે….

સિંચાઈ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે મોટા બંધની પર્યાવરણીય અસરો ભારેખમ હોય છે….તેના કારણે અનેક ગામોના ગામો તથા હજારો લોકોને વિસ્થાપિત કરવા પડે છે, બીજે વસાવવા પડે છે. મોટાપાયા પર જમીન સંપાદન કરવું પડે છે, વળતર આપવું પડે છે…. આ દરમિયાન ગ્રામસભાઓ ભરીને મંજૂરી લેવી પડે છે…. આ પ્રકારની અનેક કાયદાકીય તથા નિયમન પ્રક્રિયાઓનું પાલન કરવું પડે છે…. આ પ્રકારના બંધના બાંધકામમાં દરેક પ્રસંગે કોઈને કોઈ અવરોધ આવે છે… તેની સાથે તેની જાળવણીનો ખર્ચ પણ વધારે આવે છે….

તેનાથી વિપરીત આ પ્રકારના બેરેજની પર્યાવરણ પર ખાસ વિપરીત અસર થતી નથી….ઉપરથી આ બેરેજ સિંચાઈ, પીવાના પાણીનો પુરવઠો વધારવા, ભૂગર્ભ જળના ઘટાડાને રોકવા તથા સ્થાનિક ઇકોલોજીને પુનઃ સ્થાપિત કરવા સહિતના અનેક પર્યાવરણલક્ષી હેતુઓ પૂરા કરશે, એમ જળ સંસાન સચિવ પી સી વ્યાસે જણાવ્યું હતું….

તેમણે જણાવ્યું હતું કે આ બ્રિજ-કમ-બેરેજ બનાવવાના કારણે સતલાસણા, ઇડર, વિજાપુર, માણસા પ્રાંતિજ, ગાંધીનગર અને અમદાવાદ સહિતના અનેક શહેરો તેમજ ગામોને સીધો ફાયદો થશે…. તેમા પણ આ યોજનામાં ચાર સ્થળોએ ખામ શરૂ થઈ ગયું છે, જ્યારે બાકીના આઠ માળખા માટે વિગતવાર સ્રર્વેક્ષણ અને વહીવટી કાર્ય જારી છે….

આ પ્રસ્તાવિત બેરેજમાંથી છ બેરેજનો અંદાજિત ખર્ચ રૂ. 1,500 કરોડ છે…. તેમા મહેસાણા જિલ્લામાં છેલપુરા, ટેચાવા, ફુદેડા, ફાલુ અને ગેડ ખાતે કુલ છ બેરેજ બનાવવામાં વશે, જ્યારે એક ગાંધીનગર જિલ્લામાં રાજપુર ખાતે બનાવવામાં આવશે..,.. આ ઉપરાંત અમદાવાદમાં આચર ખાતે રબર બેરેજનું આયોજન કરવામાં આવ્યું છે….

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે 14 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના અંબોડમાં બેરેજનો શિલાન્યાસ કર્યો હતો, જે પ્રોજેક્ટના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડે છે…. અમદાવાદ શહેરની હદમાં રૂ. 55 કરોડના રબર કમ વાયરના બેરેજ કમ બ્રિજનું બાંધકામ ચાલી રહ્યુ છે, જે કેન્ટીલિવર બ્રિજ છે…..

જળ સિંચાઈ વિભાગના અધિકારીઓને વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ સાબરમતી નદી કિનારાન ગામોમાં ભૂગર્ભ જળના સ્તરમાં નોંધપાત્ર સુધારો કરશે અને દર વર્ષે ફેબ્રુઆરી સુધી જળસપાટી જાળવી રાખશે…. વર્તમાન પરિસ્થિતિમાં જોઈએ તો નદી સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં સૂકાઈ જાય છે…. તેના પછી બેરેજ બન્યા બાદ તે હવે છેક ફેબ્રુઆરી અને કદાચ માર્ચ સુધી પણ જળસપાટી જાળવી રાખે તેમ માનવામાં આવે છે. આ વ્યાપક બેરેજ સિસ્ટમનું કામ આગામી ત્રણ વર્ષમાં પૂરુ કરવાની સરકારને આશા છે…..

અહીં સૌથી મોટી શાંતિ એ છે કે સરકારે આના માટે ક્યાંય જમીન સંપાદન કરવાનું નથી…. તેથી આ મોરચે કોઈ કાર્યવાહી કરવાની સરકારને જરૂર નહીં પડે…. આમ પ્રોજેક્ટમાં હાલમાં ચાર સ્થળોએ તો બાંધકામ ચાલી રહ્યું છે…. જ્યારે બાકીના આઠ બેરેજ હજી આયોજનના તબક્કામાં છે…..

આમાં બીજા છ બેરેજ મહેસાણા જિલ્લામાં બનાવવામાં આવશે….એક બેરેજ ગાંધીનગર જિલલ્માં બનાવવામાં આવશે…..અમદાવાદ શહેરમાં કેન્ટીલિવર બ્રિજ સાથે રૂ. 55 કરોડનો રબર વાયર બ્રિજ નિર્માણાધીન છે….. બેરેજની સમગ્ર સિસ્ટમ ત્રણ વર્ષમાં પૂરી થતાં ઉત્તર ગુજરાતને પાણીની સમસ્યામાંથી કાયમી ધોરણે ઉકેલ મળશે તેમ માનવામાં આવે છે…..

આ બેરેજના લીધે ઉત્તર ગુજરાતમાં જળસંચયમાં વધારો થશે તેમ માનવામાં આવે છે…. તેની સાથે વરસાદી પાણીનો પણ વધારે સારી રીતે સંગ્રહ કરી શકાશે તેમ કહેવાય છે…. જો આ યોજનામાં સફળતા મળે તો આગામી સમયમાં તેનો સૌરાષ્ટ્રમાં અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં પણ અમલ કરી શકાય છે… આ રીતે રાજ્યના દરેક પ્રાંતમાં વરસાદી પાણીના સંગ્રહમાં પણ નોંધપાત્ર વધારો કરી શકાય છે…. તેના કારણે રાજ્યમાં પાણીનું સ્તર ઊંચે લાવવામાં પણ મદદ મળશે…. તેના પરિણામે કમસેકમ આગામી 100 વર્ષ સુધી ઉત્તર ગુજરાતે પાણીના મોરચે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેવો સરકારનો દાવો છે…..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે પેસેન્જર ટ્રેનો પણ બની સુપરફાસ્ટ, દેશભરમાં દોડશે 3 હજાર વંદે ભારત મેટ્રો, ગુજરાતથી થશે પ્રારંભ

આ પણ વાંચો:ગુજરાતમાં દોડશે દેશની પહેલી વંદે ભારત મેટ્રો, પહેલી ટ્રેન પહોંચી સાબરમતી, જાણો શું છે તૈયારીઓ

આ પણ વાંચો:મેટ્રોના વિસ્તરણ માટે ગુજરાત સરકારે કેન્દ્રને 25,000 કરોડથી વધુ રકમનો મોકલ્યો પ્લાન