Political/ ઓવૈસીએ અમિત શાહ પર તાક્યું નિશાન, કહ્યું કે જો અહીં પાકિસ્તાની- રોહિંગ્યા હોય તો ગૃહમંત્રી શું કરી રહ્યા છે ?

ભારતીય જનતા પાર્ટીના નેતા બાંધી સંજયે કરેલા સર્જિકલ સ્ટ્રાઈકનાં નિવેદન બાદ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફરીથી ગૃહમંત્રી અમિત શાહને નિશાનો બનાવીને તેમના પર શાબ્દિક પ્રહાર કર્યા છે.

Top Stories India

ભારતીય જનતા પાર્ટીના નેતા બાંધી સંજયે કરેલા સર્જિકલ સ્ટ્રાઈકનાં નિવેદન બાદ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફરીથી ગૃહમંત્રી અમિત શાહને નિશાનો બનાવીને તેમના પર શાબ્દિક પ્રહાર કર્યા છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ભાજપના એક નેતાએ બુધવારે નિવેદન આપ્યું છે કે જો તે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી) ની ચૂંટણી જીતે છે, તો ભાજપ જૂના શહેર પર સર્જિકલ સ્ટ્રાઇક કરશે અને ત્યાંથી પાકિસ્તાનીઓ અને રોહિંગ્યાઓને બહાર કાઢશે. તેમના નેતા સિકંદરાબાદના સાંસદ છે અને તેમની પાસે ગૃહ પ્રધાન જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ છે. જો પાકિસ્તાનીઓ અને રોહિંગ્યા અહીં રહે છે તો તેઓ શું કરે છે.

આ વિવાદિત નિવેદન ભાજપના તેલંગાણા પ્રદેશ પ્રમુખ બાંધી સંજયે આપ્યું હતું. તેમણે કહ્યું, ‘ટીઆરએસ અને એઆઈઆઈએમએમ મળીને રોહિંગ્યા, પાકિસ્તાની અને અફઘાનિસ્તા મતદારોની સહાયથી જીએમસીએચ ચૂંટણી જીતવા માંગે છે. આ ચૂંટણી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને રોહિંગ્યાના મતદારો વિના થવી જોઇએ. આ ચૂંટણી જીત્યા બાદ અમે ઓલ્ડ સિટીમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીશું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…