Morbi News/ નેહુલ અમૃતિયાની તબિયત લથડી, રાત્રે પારણા કરાવાયા; હવે ખેડૂત આંદોલનનો ‘પાર્ટ 3’ શરૂ થશે

મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના પોલના વળતર મુદ્દે ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં નેહુલ અમૃતિયાની તબિયત લથડતાં પારણા કરાવાયા. હવે આંદોલન (Morbi Farmer Protest) સમિતિએ ‘આંદોલન પાર્ટ 3’ની જાહેરાત કરી છે.

Top Stories Gujarat Others Breaking News
Morbi Farmer Protest: ખેડૂત આંદોલનમાં નવો વળાંક, પારણા બાદ હવે 'આંદોલન પાર્ટ 3'

Morbi News: મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ અને ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલન (Morbi Farmer Protest)માં મહત્વનો વળાંક આવ્યો છે. લાંબા ઉપવાસ બાદ આંદોલનના અગ્રણી નેહુલ અમૃતિયા (Nehul Amrutiya)ની તબિયત બગડતાં ડોક્ટરોની સલાહ અનુસાર તેમને રાત્રે પારણા કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ આંદોલન સમિતિએ બાકીના તમામ ઉપવાસીઓના પણ પારણા કરાવવાની અને આગામી તબક્કા તરીકે ‘આંદોલન પાર્ટ 3’ શરૂ કરવાની જાહેરાત કરી છે.

Morbi Farmer Protest: 18મા દિવસે તબિયત વધુ બગડી

નેહુલ અમૃતિયા (Nehul Amrutiya) સતત 19 દિવસથી ઉપવાસ પર હતા. ઉપવાસના 18મા દિવસે મોડી રાત્રે તેમની તબિયત અચાનક બગડતાં તેમને પ્રથમ જેતપરની કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં અને ત્યારબાદ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Nehul Amrutiya
Nehul Amrutiya

કિડની અને લીવર પર સોજો

તબીબી તપાસ દરમિયાન કિડની અને લીવર પર સોજો જોવા મળ્યો હતો. ડોક્ટરોએ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને વધુ ઉપવાસ ન કરવા અને તાત્કાલિક પારણા કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં હાજર ખેડૂતો અને આંદોલન (Morbi Farmer Protest)ના આગેવાનો સાથે ચર્ચા કરીને નેહુલ અમૃતિયાના પારણા કરાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

તમામ ઉપવાસીઓના પારણા થશે

આંદોલન (Morbi Farmer Protest) સમિતિએ જણાવ્યું છે કે ઉપવાસ પર બેઠેલા અન્ય તમામ ખેડૂતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આજે તમામના પારણા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિનું કહેવું છે કે આ નિર્ણય સરકારની નવી વળતર નીતિના કારણે નહીં પરંતુ માત્ર ઉપવાસીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

હવે ‘આંદોલન પાર્ટ 3’ શરૂ થશે

સમિતિએ જાહેરાત કરી છે કે પારણા બાદ આંદોલન (Morbi Farmer Protest)નો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવશે. આગામી રણનીતિ જાહેર કરવા માટે રાજ્યભરના ખેડૂતોને જોડવામાં આવશે અને ગુજરાતવ્યાપી ખેડૂત સમિતિ બનાવીને વધુ વ્યાપક લડત શરૂ કરવામાં આવશે.

સમગ્ર ગુજરાતના ખેડૂતોને આહવાન

આંદોલનના આગેવાનોએ સમગ્ર રાજ્યના ખેડૂતોને આ લડતમાં જોડાવાનું આહવાન કર્યું છે. તેમના જણાવ્યા મુજબ હવે આ મુદ્દો માત્ર જેતપર ગામ પૂરતો નહીં રહે પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિત સાથે જોડાયેલો મુદ્દો બની રહ્યો છે.


આ પણ વાંચો:જેતપર ખેડૂત આંદોલનને ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનું સમર્થન: ખેડૂતોના વળતર મુદ્દે CM સહિત ચાર મંત્રીઓને લખ્યો પત્ર

આ પણ વાંચો:જેતપર ખેડૂત આંદોલન પર નિલેશ એરવાડીયાની સરકારને ચેતવણી: ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નવી વળતર નીતિ સ્વીકાર્ય નહીં

આ પણ વાંચો:100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન