અમદાવાદ/ મેટ્રો સીટી અમદાવાદ પ્રદૂષણની ઝપેટમાં, મહત્તમ AQI 329 સુધી નોંધાયો

અમદાવાદની હવાની ગુણવત્તા દિવસે દિવસે ખૂબ જ ખરાબ નોંધાઈ રહી છે અને ઘણી વખત શહેરે પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હીનું નંબર-1નું સ્થાન લઇ રહ્યું છે

Ahmedabad Gujarat
અમદાવાદ
  • અમદાવાદમાં વધ્યું પ્રદૂષણ
  • અમદાવાદની હવા થઈ રહી છે પ્રદૂષિત
  • મહત્તમ AQI 329 અંક નોંધાયો
  • પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ ચોથા ક્રમે
  • ફેફસાંની સમસ્યાથી પીડાતા લોકોમાં ચિંતા

અમદાવાદની હવા દિવસે દિવસે પ્રદૂષિત થઈ રહી છે.દેશમાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ ચોથા ક્રમે છે.અમદાવાદનો એર કોલીટી ઈન્ડેક્સ સવારમાં 311 અંક નોંધાયો છે.જે સાંજે વધીને 329 અંક નોંધાયો છે.ખાસ કરીને શ્વસનની તકલીફ ધરાવતા લોકો માટે ચિંતાનો વિષય કહી શકાય…

આ પણ વાંચો :ઓલપાડમાં સેનાખાડી બ્રિજ પર શેરડી ભરેલા ટ્રેક્ટર પલટ્યું, બે બાળકોના મોત

અમદાવાદની હવાની ગુણવત્તા દિવસે દિવસે ખૂબ જ ખરાબ નોંધાઈ રહી છે અને ઘણી વખત શહેરે પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હીનું નંબર-1નું સ્થાન લઇ રહ્યું છે અમદાવાદે દેશના 4 શહેરોનું મોનિટરિંગ કરતાં SAFAR (સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ)ના અહેવાલમાં અનેક વખત પ્રદૂષિતતાનો રેકોર્ડ તોડી રહ્યું છે .

ઘણી વખત સવારના સમયે અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 311 µg/m3 અને સાંજે 7:00 કલાક આસપાસના સમયે તે વધીને 329 µg/m3 થતો હોય છે . પ્રદૂષણનું આ સ્તર જનસંખ્યા અને ખાસ કરીને સંવેદનશીલ જૂથ માટે ખૂબ જ જોખમી ગણી શકાય  અમદાવાદ અને તેની આસપાસના 3 વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ દેશમાં સૌથી ઉંચો રહે છે અને તેના પછીના ક્રમે મુંબઈના અનેક વિસ્તાર આવે છે

વિશ્વનું સૌથી પ્રદૂષિત કેપિટલ શહેર ગણાતું દિલ્હીમાં પણ ઘણી વખત અમદાવાદ કરતાં ઘણી સારી સ્થિતિમાં હોય છે અને સવારે દિલ્હીની હવાની ગુણવત્તા અમદાવાદ કરતા સારી નોંધાઈ છે.. પરિયાવરણ વિદ કહી રહ્યા છે કે આવી હવાના કારણે હૃદય અને ફેફસાંની સમસ્યાથી પીડાતા લોકો, વૃદ્ધો અને બાળકોએ બચવું જોઈએ. ઉપરાંત શ્વસનને લગતી સમસ્યા ધરાવતા લોકો માટે પણ ચિંતાજનક સ્થિતિ કહી શકાય તો અત્યારે કોવીડ ચાલી રહ્યો છે જેમાં આ પ્રદુષણ હિંસાક કહી શકાય.

આ પણ વાંચો :મહીસાગરમાં 65 વર્ષીય વૃદ્ધા સાથે યુવાને આચર્યું દુષ્કર્મ, પછી પીડિતાએ કર્યું આવું…

આ પણ વાંચો :વેજલપુરમાં 17 વર્ષીય સગીરા સાથે આચરાયું દુષ્કર્મ, પ્રેમજાળમાં ફસાવી રૂ. 8.50 લાખ પણ પડાવ્યા

આ પણ વાંચો :  અમદાવાદનું આ સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાનનું મંદિર આવતીકાલથી દર્શનાર્થે ખોલવામાં આવશે

આ પણ વાંચો :નાણા વસૂલીના આરોપ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલીના એંધાણ!