Ahmedabad News: અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, નવરંગપુરા વોર્ડ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીરવ જગદીશભાઈ કવી તેમણે ઉમેદવારી ફોર્મ તા. 5/2/2021ના રોજ ભરેલું તેમાં તેમની જન્મ તારીખ 11/11 /1977 દર્શાવેલ હતી જે ખોટી જન્મ તારીખ છે. તેમની સાચી જન્મ તારીખ 1/6/1975 ની છે. નીરવ કવીની સાચી જન્મ તારીખના આધારે મુસલમાન રાજ કવી મિર છે.
જેથી તે સાચી હકિકત મતદારો સમક્ષ ના આવે તેવા બદ હેતુથી અને સાચા પુરાવા રેકર્ડ ઉપર ના આવે તેવા બદ ઈરાદાથી ખોટી જન્મ તારીખ લખાવી તેના આધારે તેમનું આધારકાર્ડ, ચૂંટણી, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટસ બનાવેલ હતા. જેની કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જયકુમાર પટેલને જાણ થતાં તેમણે સૌ પ્રથમ પોલીસ કચેરીઓમાં લેખિત ફરીયાદ આપેલી પરંતુ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી નહીં થતાં અમદાવાદ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ નં. 23 માં ક્રિમીનલ કેસ આઈ.પી.સી.ની કલમ 191, 192,193, 196, 199, 414, 420 મુજબ 2721/2021નો દાખલ કરેલ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં નીરવ કવીની સાચી જન્મ તારીખ 1/૬/1975 છે.

સાચી છતે સાબિત કરવા માટે પંકજ વિદ્યાલય તેમજ સમર્થ હાઈસ્કુલ તરફથી સ્કુલનુ જનરલ રજીસ્ટરનું રેકર્ડ સાથે નામદાર કોર્ટમાં જુબાની આપેલી અને જન્મ તારીખ 1/6/1975 છે તે સાબિત કરેલ તેમ છતાં નામદાર કોર્ટે ક્રિમીનલ પ્રોસીઝરની કલમ 203 હેઠળ ફરિયાદ રદ કરેલ જેથી અમદાવાદ સીટી સીવીલ એન્ડ સેસન્સ કોર્ટમાં ક્રિમીનલ રીવીઝન નંબર 16/2023 થી દાખલ કરેલી. જેમાં બન્ને પક્ષકારોની રજુઆત સાંભળ્યા બાદ નામ. સેસન્સ જજશ્રી એમ.પી. પુરોહિત સાહેબે તા. 21/10/2024 ના રોજ ચુકાદો આપી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરી ભાજપના મ્યુનિ. કાઉન્સીલર નીરવ કવી સામે ઉપરોક્ત કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી પ્રોસેસ કાઢવા હુકમ કરેલ.
જય પટેલનો કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી લીગલ સેલના ચેરમેનશ્રી કલ્પેશ પટેલ, કન્વીનર યુ.ડી. શેખાવત તથા એડવોકેટ અરવિંદ વાણીયા સતત પ્રયત્ન કરી ભાજપ સામે કાયદાકીય લડત આપેલ છે.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, અમદાવાદ શહેર લીગલ સેલના ચેરમેનશ્રી કલ્પેશ પટેલ, અમદાવાદ શહેર લીગલ સેલના કન્વીનરશ્રી યુ.ડી. શેખાવત, નવરંગપુરા વોર્ડના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી જયકુમાર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારની મંજૂરી, તબક્કાવાર અમલમાં મુકાશે
આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનની વિલંબમાં પડેલી કમિટી રચવા કવાયત, લોબિંગમાં લાગ્યા કોર્પોરેટરો
