ગુજરાત/ અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારની મંજૂરી, તબક્કાવાર અમલમાં મુકાશે

નવી નીતિ હેઠળ સામાન્ય પાર્કિંગ પ્લોટ માટે માસિક અને વાર્ષિક પરમિટ આપવામાં આવશે. આ ઉપરાંત AMCની રહેણાંક સોસાયટીઓની આસપાસ શેરીઓને આવરી લેતી પાર્કિંગ પરમિટ આપવાની યોજના છે.

Ahmedabad Gujarat
Untitled 442 અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારની મંજૂરી, તબક્કાવાર અમલમાં મુકાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં તબક્કાવાર અમલમાં આવશે. સપ્ટેમ્બરમાં, AMCની સ્થાયી સમિતિ દ્વારા ડ્રાફ્ટ પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી જેમાં એક ફેરફાર સૂચવવામાં આવ્યો હતો, જેમાં નિયમો મુજબ નાગરિકોએ વાહન ખરીદતા પહેલા તેમની પાસે પાર્કિંગની જગ્યા હોવાના પુરાવા રજૂ કરવા પડશે. ત્યારબાદ આ ડ્રાફ્ટ રાજ્ય કક્ષાની સમિતિને સોંપવામાં આવ્યો હતો જેણે 16 ઓક્ટોબરે તેને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો ;સંશોધન / પુરૂષોની નપુંસકતા દૂર કરવા માટે વાનરના સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરાશેઃવૈજ્ઞાનિકોનો દાવો

રાજ્ય સરકારે 16 ઓક્ટોબરે પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી હતી. આપણે ધ્યાનમાં રાખવું પડશે કે રસ્તાની જગ્યા મર્યાદિત છે અને ઉપલબ્ધ જગ્યાનું સંચાલન કરવું પડશે. નવી નીતિ એવી રીતે ઘડવામાં આવી છે કે તે ચોક્કસ સમયે ચોક્કસ વિસ્તારોની પાર્કિંગની જરૂરિયાતો પૂરી કરે છે.

આ પણ વાંચો ;કારકિર્દી / રૉબોટિક્સ એન્જિનિયરિંગ નવા યુગની નવી કારકિર્દી

એક AMC અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, કોર્પોરેશન તબક્કાવાર રીતે પોલિસીનો અમલ કરશે કારણ કે એકસાથે અમલીકરણ શક્ય નથી. તેમણે કહ્યું કે AMC દરેક તબક્કાના અમલીકરણ પહેલા અને પછી જાગૃતિ અભિયાન ચલાવશે. નવી નીતિ હેઠળ સામાન્ય પાર્કિંગ પ્લોટ માટે માસિક અને વાર્ષિક પરમિટ આપવામાં આવશે. આ ઉપરાંત AMCની રહેણાંક સોસાયટીઓની આસપાસ શેરીઓને આવરી લેતી પાર્કિંગ પરમિટ આપવાની યોજના છે.