અમરેલી/ સાવરકુંડલામાં 50 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ, 4 પરપ્રાંતીય નરાધમોએ કર્યું કારસ્તાન

સાવરકુંડલામાં મહિલા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી.  લીખાળા ગામની સીમમાં ચાર પરપ્રાંતિય શખ્સોએ 50 વર્ષની મહિલા પર સામૂહિક દુષ્કર્મ….

Gujarat Others
સાવરકુંડલામાં
  • અમરેલીના સાવરકુંડલામાં વૃદ્ધા પર દુષ્કર્મ
  • 50 વર્ષિય વૃદ્ધા પર દુષ્કર્મની ઘટના
  • 4 નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ
  • લીખાળા ગામની સીમમાં 4 નરાધમોનું દુષ્કૃત્ય
  • 4 પરપ્રાંતીય નરાધમોનું કારસ્તાન 
  • ફરિયાદ થતાં ચારેય નરાધમોની ધરપકડ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મહિલા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી.  લીખાળા ગામની સીમમાં ચાર પરપ્રાંતિય શખ્સોએ 50 વર્ષની મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.ત્યારે આ ઘટનાને લઈ ભોગ બનનાર મહિલાએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી ચારેય નરાધમોની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો :રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ, ઇલેક્શનમાં મોડલ-અભિનેત્રીની થઈ એન્ટ્રી

તારીખ 11 ડિસેમ્બર 2021 ના રાત્રિના 9 કલાકે 50 વર્ષીય વૃદ્ધા લીખાળા ગામને આવેલી પોતાની વાડીએ સૂતા હતા. તે સમય દરમિયાન ચાર નરાધમોએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. આ નરાધમો મહિલાને ઘરની બહાર ખેંચીને લઈ ગયા હતા. તેથી વિક્રમ નામના એક યુવકે વૃદ્ધાની વાડીની બાજુમાં જ પોતે ભાગવી રાખેલ વાડીએ તેમને લઈ ગયો હતો. જ્યાં તેમને માર માર્યો હતો. બાદમાં બળજબરીથી ચારેય આરોપીઓએ વારાફરતી વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો : મહારાણા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 7 વર્ષિય બાળકનું મોત

બીજા દિવસે ભોગ બનનાર પરપ્રાંતીય મહિલાએ સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની હકીકત કહી સંભળાવી હતી અને ફરિયાદ લખાવી હતી. જે ફરિયાદના આધારે સાવરકુંડલા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી તમામની આકરી પૂછપરછ હાથ ધરી હતી. તેમના મેડિકલ ટેસ્ટ કરાવ્યા અને ચારેય આરોપીને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપી વિક્રમે પારિવારિક દ્વેષમાં વૃદ્ધા સાથે આ કૃત્ય કર્યુ હતું. પારિવારિક ઝઘડામાં આરોપી વિક્રમ એટલો આંધળો થયો હતો કે તે વય મર્યાદા પણ ભૂલ્યો હતો, અને વેર વાળવા માટે માતા સમાન વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યુ હતું.

પોલીસે આ ચારેય આરોપીઓ ઉપર ipc કલમ 365 376d 323 અને 324 અને 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાની તપાસ સાવરકુંડલા રૂરલ પી.આઇ. વી.બી.દેસાઈ ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો : બીલીમોરા બસ સ્ટેશન પર પોતાની જ બસ નીચે ડ્રાઈવરનું મોત

આ પણ વાંચો :હાંસોટમાં સરપંચની દાદાગીરી, નર્મદાની પરિક્રમાવાસીને મારી સોટી

આ પણ વાંચો :વડીલોની બેદરકારીના કારણે 2 વર્ષની બાળકી ગળી ગઈ LED બલ્બ