Surat News : સુરતમાં વધુ એક માથાભારે લેડી ડોનનું કારસ્તાન સામે આવ્યું છે. વરાછા વિસ્તારમાં માથા ભારે લેડી ડોન ભાવિકા વાળાએ કારખાનેદારનું માથું સળિયો મારી ફોડી નાંખ્યું હતું.
આ બનાવની વિગત મુજબ ભાવિકા વાળા પોતાની ગેંગ સાથે બેસીને અપશબ્દો બોલીને વાતો કરી રહી હતી. ત્યારે પાસેના એક કારખાનેદારે તેને કારખાના બહાર બેસીને અપશબ્દો ન બોલવાનું કહ્યું હતું. કારખાના બહાર બેસી અપશબ્દો નહિ બોલવા કહેતા ભાવિકા વાળાએ કારખાનેદારને માર માર્યો હતો. ગુસ્સે ભરાયેલી ભાવિકા વાળાએ તેનું માથું ફોડી દીઘું હતું. ભાવિકા વાળા સહિત ચાર ટપોરીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભાવિકા વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના દાખલ થયા છે. વરાછા પોલીસે ભાવિકા વાળા નામની યુવતીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ભાવિકા વાળાનું સોશિયલ મીડિયાનું આઈડી જોતા ખ્યાલ આવે કે કેવા સીનસપાટા કરી રહી છે. ભાવિકા વાળા ભાઉલીના નામે આ વિસ્તારમાં પ્રખ્યાત છે.
આ પહેલા પણ ભાવલી અને તેની ગેંગનો આતંક સામે આવ્યો છે. તેણે પોતાના મિત્રો સાથે મળીને સોસાયટીમાં આગળ હાથમાં હથિયારો જાહેર રસ્તા પર ઉભા રહી ધમાલ મચાવી હતી અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારના કાચ પણ તોડી નાંખ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી પણ સામે આવ્યા છે. કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે ભાવલી અને તેના ચાર મિત્રો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો.
જાહેરમાં ધમાલ મચાવી અને ગાડીના કાચની તોડફોડ કરવા અંગે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ કરી હતી. ભાવલી સુરતમાં જ નહીં પરંતુ બહાર દમણ ખાતે પણ તેના મિત્રો સાથે ગઈ હતી અને ત્યાં પણ તેને ધમાલ કરી હતી. ભાવલી અને તેના મિત્રોની નાની દમણમાં ધમાલમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે નાની દમણમાં ભાવલી સામે 307 મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો:ભ્રષ્ટાચારનો પર્દાફાશ: સ્ટેમ્પ ડ્યુટી કચેરીના 2 અધિકારીઓ 3 લાખની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:જંત્રીમાં વધારાના પગલે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ધરખમ વધારો
આ પણ વાંચો:રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં અમદાવાદ સહિત પાંચ જિલ્લાઓનો સૌથી વધુ ફાળો
