Not Set/ પ્રથમ લોજિસ્ટીક પાર્ક સુરતમાં બનશે: મનસુખ માંડવિયા

  રોડ અને ટ્રાન્સપોર્ટ અને હાઈવેના કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સુરતમાં બ્રિજનું ભૂમિપૂજન કરતા જણાવ્યું હતું કે ન્યુ ઇન્ડીયાના નિર્માણ અર્થે સરકારે “ભારત માલા”  પ્રોજેક્ટ અમલમાં મુકેલો છે. આ નિર્માણના પ્રથમ ચરણમાં 5,35,000 કરોડના ખર્ચે 35,000 કોલોમીતર રસ્તાઓનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 1,02,170 કરોડના ખર્ચે આગામી 5 વર્ષોની અંદર 5751 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગો […]

Top Stories Gujarat Surat

 

રોડ અને ટ્રાન્સપોર્ટ અને હાઈવેના કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સુરતમાં બ્રિજનું ભૂમિપૂજન કરતા જણાવ્યું હતું કે ન્યુ ઇન્ડીયાના નિર્માણ અર્થે સરકારે “ભારત માલા”  પ્રોજેક્ટ અમલમાં મુકેલો છે.

આ નિર્માણના પ્રથમ ચરણમાં 5,35,000 કરોડના ખર્ચે 35,000 કોલોમીતર રસ્તાઓનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 1,02,170 કરોડના ખર્ચે આગામી 5 વર્ષોની અંદર 5751 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 7 લોજિસ્ટીક પાર્કોનું નિર્માણ કરવામાં આવશે.

જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 5054 કિલોમીટર ધોરીમાર્ગ આવેલ છે. જેમાં 1093 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા ચાર વર્ષોમાં બનેલા છે, તદુપરાંત 38 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોનાં પ્રોજેક્ટો કાર્યરત છે.