Junagadh News/ મસ્તી વચ્ચે મોત, શાળાના પ્રવાસે આવેલા રાજકોટના વિદ્યાર્થીનું સાસણમાં મોત

જુનાગઢના સાસણમાં શાળાના પ્રવાસે આવેલા રાજકોટના ધોરણ-8ના વિદ્યાર્થી (Student) નું રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત, પોલીસ તપાસ શરૂ.

Gujarat Others Trending
Student

Junagadh News : જુનાગઢ જિલ્લાના સાસણ વિસ્તારમાં શાળાના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન એક કરુણ અકસ્માત સર્જાયો છે. રાજકોટથી શૈક્ષણિક પ્રવાસે આવેલા ધોરણ-8માં અભ્યાસ કરતા એક સગીર (Student) વિદ્યાર્થીનું રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાથી પ્રવાસમાં જોડાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટની નવયુગ સ્કૂલના આશરે 157 વિદ્યાર્થી (Student)ઓ શિક્ષકો સાથે શૈક્ષણિક પ્રવાસે સાસણ આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ સાસણ સ્થિત ‘ધ ગીર ગેટ વે’ નામના રિસોર્ટમાં રોકાયા હતા. પ્રવાસ દરમિયાન મનોરંજનના ભાગરૂપે વિદ્યાર્થીઓ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ન્હાવા ગયા હતા.

student

તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો

આ દરમિયાન ધોરણ-8માં અભ્યાસ કરતો હાર્દિક બારૈયા નામનો સગીર (Student) અચાનક સ્વિમિંગ પૂલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને ડૂબતો જોઈ ત્યાં હાજર લોકોએ તાત્કાલિક બહાર કાઢી ગંભીર હાલતમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Student

શાળાના પ્રવાસની ખુશી શોકમાં ફેરવાઈ

ઘટનાની જાણ થતાં જ પ્રવાસમાં આવેલા અન્ય વિદ્યાર્થી(Student)ઓ અને શિક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા અને સમગ્ર રિસોર્ટમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન રિસોર્ટમાં સ્વિમિંગ પૂલની સુરક્ષા વ્યવસ્થા, લાઈફ ગાર્ડની હાજરી તેમજ વિદ્યાર્થીઓની યોગ્ય દેખરેખ રાખવામાં આવી હતી કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.

સગીરના પરિવારમાં આક્રંદ છવાયો 

આ દુર્ઘટનાની જાણ થતાં જ સગીરના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સમાચાર મળતાં જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. શૈક્ષણિક પ્રવાસની ખુશી વચ્ચે સર્જાયેલી આ કરુણ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  વડોદરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, બાઈકચાલકને કારએ ઘાતક ઝટકો આપ્યો

આ પણ વાંચો: વડોદરામાં દુઃખદ ઘટના, રમતા-રમતા 4 વર્ષની બાળકી ચૂલા પર પડી, સારવાર દરમિયાન મોત

આ પણ વાંચો: સુરેન્દ્રનગર  લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત