Surat News/ સુરતમાં મેઘો ત્રાટક્યો! 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ગામો ડૂબ્યાં

શહેરના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી પગલાં લેવા અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. નાગરિકોની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત (Surat) શહેરમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત રહ્યો છે. ખાડીનું પાણી રોડ પર ફરી વળતા હાલાકી વેઠવી પડી રહી છે. ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર સવારથી જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

સુરત શહેરમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે. સતત બીજા દિવસે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યાં છે. સુરતના પુણાગામ પર્વત ગામ રોડ પર ભરાયેલા વરસાદી પાણીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. સુરતનો ગ્રામ્ય વિસ્તાર મુંજલાવ ગામમાં બીજા દિવસે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ગામનું તળાવ તૂટ્યું, વરસાદથી તળાવમાં ભરપૂર પાણીની આવક થઈ હતી, પરિણામે તળાવની પાળ તૂટતા વરસાદી પાણી ગામમાં ફરી વળ્યા છે.

શહેરના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી પગલાં લેવા અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. નાગરિકોની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગર દ્વારા સુરત જિલ્લામાં ચોમાસા દરમિયાન પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળ વાહનોની અવરજવર માટે બંધ કરાયેલા રસ્તાઓની વિગતો જાહેર કરવામાં આવી છે.

સુરત જિલ્લામાં બારડોલીમાં 2 કલાકમાં 3.7 ઇંચ વરસાદ, મહુવામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. માંડવીમાં 1.4 ઇંચ, ઉમરપાડામાં 1.2 ઇંચ વરસાદ, પલસાણામાં 1.1 ઇંચ, સુરત શહેરમાં 0.9 ઇંચ વરસાદ, ઓલપાડમાં 0.8 ઇંચ, ચોરાસીમાં ૦.4 ઇંચ વરસાદ, માંગરોળ અને કામરેજમાં 0.3 ઇંચ વરસાદ નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લામાં કુલ 32 રસ્તાઓ બંધ છે, જેમાંથી તમામ 32 રસ્તાઓ પંચાયતના નિયંત્રણ હેઠળ છે અને કોઈ પણ રાજ્ય ધોરીમાર્ગ, અન્ય માર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે NHAI રસ્તાઓ બંધ નથી. આ બંધ રસ્તાઓમાં હાલમાં 32 રસ્તાઓનો સમાવેશ થાય છે. જ્યારે ગઈકાલે કોઈ રસ્તો બંધ થયો ન હતો. આ આંકડા દર્શાવે છે કે સુરતમાં વરસાદથી પંચાયતના નિયંત્રણ હેઠળના ગ્રામીણ રસ્તાઓ પર અસર પડી છે અને નાગરિકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.

ભારે વરસાદને લઇ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યને નિર્ણય લેવાની સૂચના અપાાઈ છે. સ્થાનિક પરિસ્થતિ મુજબ શાળા ચાલુ રાખવી કે રજા રાખવી તે અંગેનો નિર્ણય આચાર્ય લેશે. વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ન મૂકાય તેની દરકાર લેવા સૂચના આપવામાં આવી છે. પૂર જેવી સ્થિતિ સર્જાય તો શાળામાં રજા રાખવી. વિદ્યાર્થીઓનાં જીવ જોખમમાં મૂકાય તેવી પ્રવૃતિ, પ્રવાસ કે રમતગમતની પ્રવૃતિનું આયોજન ન કરવા સૂચના આપવામાં આવેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાંં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, 6 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં આજે વરસાદનું યલો એલર્ટ! મુશળધાર વરસાદની ભારે શક્યતા

આ પણ વાંચો:હવામાન વિભાગની રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી