દક્ષીણ કોરિયાની કોર્ટે શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ લી મ્યુંગ બકને ૧૫ની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમની પર ભ્રષ્ટાચાર સહિત બીજા ઘણા મામલે તપાસ ચાલુ છે. તેવામાં એક કેસમાં પોલીસ વોરંટ મળ્યા બાદ આ વર્ષના માર્ચ મહિનામાં તેમની ધરપકડ કરીને સિયોલ જેલમાં રાખવામાં આવ્યા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના પર લાગેલા આરોપનું ખંડન કરવા મારે ર્ક અઠવાડિયાનો સમય માંગ્યો છે. દક્ષીણ કોરિયાના રૂઢીવાદી લોકો માટે આ વાત એક મોટો ઝટકો સમાન છે. માત્ર લી ને જ નહી પરંતુ તેના ઉત્તરાધિકારી પાર્ક ગુન હાઈને પણ ભ્રષ્ટાચાર મામલે ૩૩ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૨૨ માર્ચના રોજ દક્ષીણ કોરિયાની સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ લી મ્યુંગ બક વિરુદ્ધ એરેસ્ટ વોરંટ આપ્યું હતું. સજાનો નિર્ણય દક્ષીણ કોરિયાની એક કોર્ટે કર્યો છે. એક દિવસ પહેલા આ મામલે તેમની પુછપરછ પણ કરવામાં આવી હતી.
લી વર્ષ ૨૦૦૮થી ૨૦૧૩ દરમ્યાન દક્ષીણ કોરિયાના રાષ્ટ્રપતિ પદ પર રહ્યા હતા. ૭૬ વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિને ભ્રષ્ટાચાર મામલે ૧૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
તેમના પર લાખો ડોલરના ભ્રષ્ટાચારનો આરોપ છે.
