Gujarat News/ ગુજરાત યુનિવર્સિટી સાથે ચાર કરોડથી વધુ રકમની છેતરપિંડી કરનારા પ્રોફેસર સામે ગુનો દાખલ

એનીમેશન વિભાગના એસોસિએટ પ્રોફેસર વિપૂધ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો

Top Stories Ahmedabad Gujarat

Gujarat News : ગુજરાત યુનિવપર્સિટી સાથે રૂ. 4,09,84,695 ની છેતરપિંડી કરનારા પ્રોફેસર સામે ક્રાઈમબ્રાંચમાં ગુનો નોંધાયો છે. આ બનાવની વિગત મુજબ ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્ષીસ(એનીમેશન) વિભાગમાં કો.ઓરેડિનેટર તરીકે ફરજ બજાવતા એસોશિએટ પ્રોફેસર ડો.કમલજીત આઈ.લખતરીયાએ આ ઠગાઈ કરી હતી.

જેમાં પ્રોફેસરે એનીમેશન વિભાગના કોક મહિન્દ્રા બેન્ક કલોલ શાખાના બેન્કના ખાતામાંથી પોતાના તથા સંબંધીઓના બેન્ક ખાતામાં રૂ.1,15,15,053 જમા કરાવી MOU મુજબ યુનિવર્સિટીને આપવાના થતા રૂ. 4,09,84,695 નહી આપીને ગુજરાત યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી હતી.

આ અંગે નવરંગપુરામાં યુનિવર્સિટી પ્રોફેસર ક્વાટર્સમાં રહેતા ડો. અજય અરૂણ દાસે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પતિ-પત્નીનું આપઘાત – બંને બાળકો માવતર વિનાનાં, પરિવારે કહ્યુ ‘સગાઈની તારીખ બની ગઈ મોતની તારીખ

આ પણ વાંચો: પુત્રીના નામને લઈને પતિ-પત્ની વચ્ચે થયો ઝગડો, વાત પહોંચી છૂટાછેડા સુધી, પછી…

આ પણ વાંચો: પતિ-પત્ની વચ્ચે થતી એ ભૂલો, જે છુટાછેડા તરફ દોરી જાય છે…