Delhi Kisan Andolan/ ખેડૂત આંદોલનમાં હાઈકોર્ટનું આકરું વલણ, આંદોલનકારી નેતાઓ સહિત બંને રાજ્યોની સરકારની ઝાટકણી કાઢી

ખેડૂત આંદોલન આજે દિલ્હી તરફ કૂચ કરી રહ્યું છે. આંદોલનને પગલે હાઈકોર્ટે બંને રાજ્યોની સરકારની ઝાટકણી કાઢતા યોગ્ય રીતે જવાબદારી નિભાવવા સૂચન કર્યું છે.

Top Stories India

ખેડૂત આંદોલન આજે દિલ્હી તરફ કૂચ કરી રહ્યું છે. આંદોલનને પગલે હાઈકોર્ટે બંને રાજ્યોની સરકારની ઝાટકણી કાઢતા યોગ્ય રીતે જવાબદારી નિભાવવા સૂચન કર્યું છે. આ સિવાય હાઈકોર્ટે આંદોલનકારી ખેડૂત નેતાઓને ‘બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ’ કરવા બદલ સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે! આ શરમજનક છે, એકદમ શરમજનક છે. એસીજે જીએસ સંધવાલિયા અને જસ્ટિસ લુપિતા બેનર્જીની ડિવિઝન બેન્ચે સવાલ પૂછ્યો કે શું તમે દિલ્હીમાં યુદ્ધ માટે જઈ રહ્યા છો? આવી તૈયારીઓ કર્યા પછી જવાની શું જરૂર છે? નિર્દોષ લોકોને આગળ કરવા યોગ્ય નથી. બેન્ચે કહ્યું કે તમારા નેતાઓને જેલમાં મોકલવા જોઈએ. બાળકોની આડમાં પ્રદર્શન કરવું શરમજનક છે. તમે જે કરી રહ્યા છો તે પંજાબ તો શું આપણા દેશની પણ સંસ્કૃતિ નથી.

આંદોલનકારી નેતાઓને મોકલો જેલમાં

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ખેડૂત આંદોલનકારીઓને કહ્યું કે અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે. આ પ્રકારનું વાતાવરણ તમારા નેતાઓ દ્વારા જ ઉભું કરવામાં આવ્યું છે. અસ્થિરતાનો માહોલ ઉભો કર્યા બાદ તેઓ કહે છે કે મહિલાઓ અને બાળકો ઘાયલ થયા હતા. હરિયાણા સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે વિરોધ પ્રદર્શનની અનેક તસવીરો બતાવ્યા બાદ કોર્ટની પ્રતિક્રિયા આવી. “તમે કેવા માતા-પિતા છો,” કોર્ટે કહ્યું. આંદોલનને શાંતિપૂર્ણ ગણાવનારા વકીલોને કોર્ટે ઠપકો આપતા કહ્યું કે અહીં ઊભા રહીને બોલવું ખૂબ જ સરળ છે. કોર્ટે વકીલોને પટિયાલાની ઘટનાની યાદ અપાવી. ખંડપીઠે કહ્યું કે એક પોલીસ અધિકારીનો હાથ ત્યાં કાપી નાખવામાં આવ્યો હતો. કોણ હાથમાં તલવાર લઈને શાંતિપૂર્વક વિરોધ કરે છે?

दिल्ली में जंग के लिए जा रहे हैं क्या, आपके नेताओं को जेल भेजना चाहिए; प्रदर्शनकारी किसानों पर भड़का HC

બંને રાજ્યોની સરકારની કાઢી ઝાટકણી

વધુમાં, હાઈકોર્ટે પંજાબ અને હરિયાણા સરકારોને તેમની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ આકરી ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે હરિયાણા સરકારને 21 ફેબ્રુઆરીએ પ્રદર્શનકારીઓ પર શા માટે ગોળીબાર કર્યો તે ન્યાયી ઠેરવવા પણ કહ્યું હતું. 21 ફેબ્રુઆરીના રોજ, વિરોધ હિંસક બન્યો, જેના કારણે ભટિંડા જિલ્લાના 22 વર્ષીય ખેડૂત શુભકરણ સિંહનું મૃત્યુ થયું. જવાબમાં, હરિયાણા સરકારના વકીલે કહ્યું કે પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી જેના કારણે પોલીસ દળે વોટર કેનન, લાઠીચાર્જ, પેલેટ અને રબરની ગોળીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો. સરકારે દાવો કર્યો હતો કે 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. કોર્ટે કહ્યું કે ખેડૂત શુભકરણના મૃત્યુની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ કરવામાં આવશે. આ માટે 3 સભ્યોની કમિટી બનાવવામાં આવશે.

જણાવી દઈએ કે હાઈકોર્ટે ખેડૂત આંદોલનને લઈને આકરું વલણ અપનાવ્યું છે. કોર્ટે આંદોલનકારી નેતાઓ અને બંને રાજ્યોની સરકારને ઠપકો આપ્યો છે.  ખેડૂત નેતા પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલે ગયા રવિવારે દેશભરના ખેડૂતોને 6 માર્ચે દિલ્હી પહોંચવાનું આહ્વાન કર્યું હતું, જ્યારે  ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને વિરોધ કરવા સાથે ‘રેલ રોકો’ પ્રદર્શન માટે પણ અપીલ કરવામાં આવી છે.

વિરોધ પ્રદર્શનમાં જોડાશે વધુ ખેડૂતો

સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચા (KMMA) પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાનૂની ગેરંટી સહિતની વિવિધ માંગણીઓ પર સરકાર પર દબાણ લાવવા માટે ‘દિલ્હી ચલો’ કૂચનું નેતૃત્વ કરી રહ્યા છે. બંને મંચોએ નિર્ણય લીધો કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો શંભુ અને ખનૌરી સરહદો પર ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવાનું ચાલુ રાખશે, જ્યારે અન્ય રાજ્યોના ખેડૂતો અને ખેત મજૂરો ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં 6 માર્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં વિરોધ પ્રદર્શનમાં જોડાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :himachal pardesh/હિમાચલમાં કોંગ્રેસ પર મંડરાતા સંકટના વાદળો,પ્રદેશની રિર્પોટ અધ્યક્ષ ખડગેને સોંપાઇ

આ પણ વાંચો : ED Raids Latest News/સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી અને તેમના સંબંધીઓના ઘરે EDના દરોડા, જેલમાં બંધ ઇરાફન સોલંકીની મુશ્કેલીમાં થયો વધારો

આ પણ વાંચો : gold imports/અમદાવાદમાં સોનાની આયાતમાં 86 ટકા વધારો