Anand News/ આણંદ-તારાપુર હાઇવે પર ભયાનક અકસ્માત, ત્રણના કરુણ મોત

તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Top Stories Gujarat Others Breaking News

Anand News: આજે (28 નવેમ્બર) આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઓવરટેકિંગના કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે થઇ છે, જેમાં એક ભરુચ અને બે રાજકોટના રહેવાસી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટથી સુરત જઈ રહેલી લક્ઝરી બસ નંબર (MP 45-ZF-7295) સવારે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર વડલા પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી. દરમિયાન આ લક્ઝરી બસનો ચાલક આગળ જઈ રહેલી ટ્રક નંબર (GJ-04-X- 6246)ને ઓવરટેક કરવા જઈ રહ્યો હતો ત્યારે લક્ઝરી બસ આ ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર 3 મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 15 થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસ પણ પલટી ગઈ હતી.

ઘટનાને પગલે એમ્બ્યુલન્સ ઉપરાંત હાઈવે પેટ્રોલિંગ અને પેટલાદ રૂરલ પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. બીજી બાજુ ત્રણેય મૃતદેહોને પી.એમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

મૃતકોના નામ

ધ્રુવ ભીમજીભાઇ રૂડાણી

મનસુખભાઈ રૂડાભાઈ કોરાટ

કલ્પેશભાઇ વેલજીભાઇ જિયાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નશો કરીને બફામ કાર હંકારી અકસ્માત કરનારા રિપલ પંચાલને 24 કલાકમાં મળ્યા જામીન

આ પણ વાંચો:પિતૃકાર્ય માટે જતાં લીંબડીના પરિવારને રાજકોટ હાઇવે પર નડ્યો અકસ્માત, એક જ કુટુંબની ચાર મહિલાના મોત

આ પણ વાંચો:અમદાવાદમાં નશાની હાલતમાં ઓડીના ચાલકે પાંચથી વધુ વાહનોને અડફેટે લીધા : અકસ્માત બાદ સિગારેટના દમ માર્યા