Rajkot News/ પિતૃકાર્ય માટે જતાં લીંબડીના પરિવારને રાજકોટ હાઇવે પર નડ્યો અકસ્માત, એક જ કુટુંબની ચાર મહિલાના મોત

રાજકોટ ચોટીલા હાઈવે ફરીથી ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો છે. ચોટીલા-રાજકોટ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અથડામણમાં એક જ પરિવારની ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે.

Gujarat Top Stories Rajkot Breaking News

Rajkot News:  રાજકોટ ચોટીલા હાઈવે ફરીથી ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો છે. ચોટીલા-રાજકોટ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અથડામણમાં એક જ પરિવારની ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે.

ચારેય મૃતક મહિલાઓ જેઠાણીદેરાણી

આ અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો કૌટુંબિક કામ અર્થે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ચોટીલા-રાજકોટ હાઈવે પર મોલડી પાસે અકસ્માત સર્જાયો હતો.

ટ્રક અને પીકઅપ વાન વચ્ચેની ભયાનક અથડામણમાં પીકઅપમાં મુસાફરી કરી રહેલી ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે મોકલવામાં આવ્યા છે. મૃતક ચારેય મહિલાઓ સગી જેઠાણીદેરાણી છે.

પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી

મોડીરાત્રે થયેલા આ ભયાનક અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને મોર્ચરીમાં ખસેડ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. કૌટુંબિક કામ અર્થે જતા એક જ પરિવારની 4 મહિલાઓના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના સાયલામાં અકસ્માતઃ બેના મોતને સાતને ઇજા