Gujarat Weather/ ગુજરાતમાં કડકડતી ઠંડીનો દોર,અમદાવાદમાં પારો 11.6°Cએ ગગડ્યો

ગુજરાતમાં શિયાળાની કડાકા ઠંડી (Cold Wave)એ જોર પકડ્યું છે. IMD અનુસાર કચ્છના નલિયામાં 3.8°C સાથે રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાયું.

Top Stories Gujarat Breaking News
Cold Wave

Gujarat Weather:ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડીએ જોર પકડ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા નોંધાયેલા તાજા આંકડા અનુસાર, કચ્છના નલિયામાં સિઝનનું સૌથી નીચું 3.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 6.1 ડિગ્રી નીચું છે. આ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યાં વહેલી સવારે ઝાકળ બરફ જેવી ચાદરમાં ફેરવાઈ જતી જોવા મળી રહી છે.

Cold Wave

આ તીવ્ર શીતલહેર (Cold Wave)ની અસરે સમગ્ર ગુજરાત (Gujarat)ને લપેટી લીધું છે. ઉત્તર ભારતમાં હિમાલય પર્વતમાં ભારે હિમવર્ષા (Snowfall) થયા બાદ ઉત્તરીય ઠંડા અને સૂકા પવનો મેદાની વિસ્તારો તરફ વહી રહ્યા છે, જેની અસર ગુજરાત સુધી પહોંચી છે.

વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન

શહેરો

તાપમાન

શહેરો

તાપમાન

નલિયા 3.8°C (સૌથી નીચું) કંડલા 12.2°C
અમરેલી 7.6°C ભાવનગર 12.0°C
રાજકોટ 8.9°C ડીસા 12.0°C
ભુજ 9.0°C વડોદરા 12.4°C
ગાંધીનગર 9.5°C દ્વારકા 13.6°C
પોરબંદર 11.5°C
અમદાવાદ 11.6°C (સિઝનનું સૌથી નીચું)

ગુજરાતમાં ઠંડી (Cold Wave)નું મોજું

આ તાપમાનોમાં મોટાભાગના સ્થળોએ સામાન્ય કરતાં 3 થી 6 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં આ સિઝનમાં પહેલીવાર પારો 11.6°C સુધી ગગડ્યો છે, જે શહેરી વાસીઓ માટે અસાધારણ ઠંડી (Cold Wave)નો અનુભવ કરાવી રહ્યો છે.હવામાન નિષ્ણાતોના મતે, ડિસેમ્બર 2025માં ગુજરાતમાં ઠંડી (Cold Wave)નો દોર નોંધપાત્ર રીતે ઓછો રહ્યો હતો. ગત વર્ષની તુલનાએ નલિયામાં 10°Cથી નીચું તાપમાન માત્ર 4 વખત નોંધાયું છે, જ્યારે ગત વર્ષે આ સંખ્યા 22 હતી. આ વિલંબનું મુખ્ય કારણ અલ નિનોની અસરને ગણવામાં આવે છે, જેના કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોએ પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને અટકાવ્યો હતો. આ વખતે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) ન રહેવાથી ઠંડીનું મોજું મોડું આવ્યું છે.

Cold Wave

IMD અનુસાર, આગામી 5 દિવસમાં ઠંડી (Cold Wave)નો જોર વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ગુજરાતમાં પણ રાત અને વહેલી સવારે શીતલહેરની તીવ્રતા વધશે. ત્યારબાદ ધીમે ધીમે તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, પરંતુ આગામી 48 કલાકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન