આજે ફરી એકવાર કચ્છના દરિયા કિનારેથી પાકિસ્તાની બોટ અને માછીમારો ઝડપાયા છે. ઘુસણખોરી માટે કુખ્યાત કચ્છના અરિયા કિનારે ગેરકાયદે પ્રવૃતિઓ સતત વધી રહી છે. આજે 05 ઓગસ્ટ 2022 ના રોજ સવારે, BSF ભુજની પેટ્રોલિંગ પાર્ટીએ 01 પાકિસ્તાની માછીમારની ધરપકડ કરી હતી અને 05 પાકિસ્તાની માછીમારી બોટ આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના હરામીનાલા વિસ્તારમાંથી જપ્ત કરી હતી. BSFના પેટ્રોલિંગે આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે કેટલીક બોટની હિલચાલ જોતા, પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને 01 પાકિસ્તાની માછીમારની ધરપકડ કરી અને હરામીનાલા વિસ્તારમાંથી 05 પાકિસ્તાની બોટ જપ્ત કરી.

ખરાબ હવામાન, ભેજવાળા વિસ્તારો અને પાણીના સ્તરમાં વધારો થવાને કારણે BSF જવાનોની હિલચાલ મુશ્કેલ અને પડકારજનક બની હતી, જેના પરિણામે અન્ય માછીમારો આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા. જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી. બોટમાંથી માછીમારીની જાળ અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ પણ કચ્છના હરમીનાળા વિસ્તારમાં થી બે પાકિસ્તાની બોટ મળી આવી હતી. જો કે તેમાં રહેલા મુસાફરો ભગવામાં સફળ થયા હતા.
મમતા થઈ શર્મસાર/ દાહોદ ખાતે વગર પાણીના કુવામાંથી તાજું જન્મેલું બાળક મળી આવ્યું
